સમાધાન / સંબંધમાં પ્રેમ અને સમજણ હોય છતા માફી માંગવી કેમ જરૂરી?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

Apr 08, 2019, 05:27 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. પ્રેમનો પણ કેવો અનોખો છે. પ્રેમ એટલે લાગણી, આત્મિયતા... દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને પ્રેમ કરતી હોય છે. પરિવારના સભ્યો સાથેનો પ્રેમ અને લાગણીને ક્યારેય બ્લડ રિલેશનનું નામ પણ આપતા હોઇએ છીએ. પરંતુ જીવનના સંબંધમાં એક સંબંધ એવો પણ હોય છે. જેમાં લોહીનો સંબંધ ન હોવા છતા અન્ય સંબંધ કરતા વિશેષ હોય છે. આ સંબંધમાં ક્યારેક નોક-જોખ, મજાક-મસ્તી ચાલતુ જ હોય છે અને આમ જ જીવનની ગાડી પણ ચાલ્યા કરે છે.

લાઇફ પાટર્નર સાથેના સંબંધમાં ક્યારેક કોઇ વાતને લઇને મતભેદ સર્જાતા હોય છે. પાર્ટનરમાંથી કોઇ એક જો ગુસ્સામાં હોય ત્યારે કંઇક બોલાઇ જાય ઘણી વખત તમારા પાર્ટનરને ખરાબ પણ લાગી શકે છે. તો આવી પરિસ્થિતીમાં થોડા સમય બાદ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લેવી જોઇએ.

ઘણા વ્યક્તિ માને છે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ તેથી એકબીજાના સ્વભાવને પણ ઓળખીએ છીએ. તેથી ક્યારેય અમને ખોટુ નથી લાગતુ... અને ઘણી વ્યક્તિ એમ પણ કહે છે કે પોતાની વ્યક્તિ પાસે થોડી માફી મંગાય... તો આવા વ્યક્તિને કહેવું છે કે બિલકુલ માફી માંગવી જ જોઇએ.

સામાન્ય રીતે કોઇ વ્યક્તિ સામે છીક ખાઇએ, કે તેને રસ્તામાં ભટકાઇ જઇએ તો એક શિષ્ટાચારના ભાગરૂપે પણ આપણે સોરી શબ્દ કહીએ છીએ. તો સાવ અજાણી કે જાણીતી વ્યક્તિને પણ તમે સોરી કહીને દિલગીરી વ્યક્ત કરી શકતા હોય તો તમારે તમારી ભૂલ માટે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેની આગળ તો પોતાની દિલગીરી વ્યક્તિ કરવી જ જોઇએ.

ઘણી વખત મનથી આપણે દિલગીર હોઇએ, અને આશા રાખીએ કે આપણી પાર્ટનર તેને સમજે તો એ શક્ય ન પણ બને. મનમાં વિચારવા કરતા, થોડા સમય અબોલા રહે, અને સંબંધમાં દૂરી વધે તે પહેલા જ પોતાની ભૂલનો સ્વીકાર કરી લેવો જોઇએ.

માફી માંગવાનો અર્થ માત્ર આ એક સંબંધ પૂરતો નથી. એટલે કે ફક્ત લાઇફ પાર્ટનર સાથે નથી, તમારે તમારા પરિવારના સભ્યો માટે પણ આ વાત લાગુ પડે છે. માફી માંગવાથી કોઇ વ્યક્તિ નાની કે મોટી નથી થઇ જતી, પરંતુ પોતાની ભૂલનો સ્વીકાર કરવાથી સંબંધમાં વિશ્વાસ, પ્રેમ વધુ ગાઢ બને છે. તે સાથે લાઇફ પાર્ટનરના મનમાં તમારા માટે માન વધશે. તેથી જ્યારે પણ ભૂલ સમજાય ત્યારે માફી માંગી લેવી જોઇએ.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી