સફળ સંબંધ / એકબીજાની વિચારસરણી અને ભાવનાને સમજવાનો પ્રયત્ન કરો

Try to understand each other's thinking and feelings

divyabhaskar.com

Mar 30, 2019, 05:08 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. દરેક દંપતી ઇચ્છે છે કે તેમનો સંબંધ કાયમ સુખમય અને મજબૂત રહે. લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય લગ્નના થોડા વર્ષો પછી પતિ પત્ની એકબીજાને સમજી નથી શક્તા સમય નથી આપી શક્તા તેવી ફરિયાદ રહે છે. જોકે, અત્યારની વ્યસ્ત જીવનશૈલી અને ઘર તેમજ ઓફિસના વર્કલોડને ધ્યાનમાં લેતાં આમ બનવું થોડું મુશ્કેલ તો છે જ. ખાસ કરીને જોબ અથવા અન્ય કોઈ કારણસર પાર્ટનર માટે સમય ફાળવી નથી શકાતો ત્યારે પાર્ટનરની સાથોસાથ પોતાને પણ ખરાબ લાગે છે.

સામાન્ય રીતે લોકો માને છે કે આર્થિક સધ્ધરતા સંબંધોને મજબૂત રાખે છે. જો કે, આ વાત સાચી છે, પણ તેના કરતાં વધારે મહત્વ છે, પતિ-પત્ની એકબીજા માટે વધુ સમય ફાળવે. તેઓ વધારે સમય સાથે રહેશે, તો તેમનો સંબંધ વધારે મજબૂત બનશે. કરિયરમાં પ્રગતિ અથવા શારીરિક અંતરંગતા એ જ સંબંધની સફળતા નથી. એકબીજા પ્રત્યે સૌહાર્દભર્યું વર્તન, એકબીજાને સમજવા અને સમસ્યાઓનો સાથે મળીને ઉકેલ લાવવાથી પણ સંબંધ મજબૂત બને છે.

ઘણી વખત સ્વભાવ, શોખ અથવા વિચારસરણી અલગ હોવાથી દંપતી સાયુજ્ય સાધી શકતાં નથી. આ બધી બાબતોનો ખ્યાલ લગ્ન પહેલાં આ‌વતો નથી. બંનેએ એકબીજાની વિચારસરણી અને ભાવનાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.ઘણા લોકો માને છે કે જવાબદારી પૂરી થાય એટલે સંબંધ સફળ છે. વાસ્તવમાં એવું નથી. સાથે ફરવા જવું, એવું કામ કરવું જેથી પાર્ટનરને ખુશી મળે, સરપ્રાઇઝ આપવું વગેરેથી પણ સંબંધ ગાઢ બને છે.

પાર્ટનર સાથે મિત્રતાભર્યું વર્તન કરો. તો સાથીદાર તમને મુક્ત મને પોતાની વાત તમને જણાવી શકશે. સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે માત્ર જવાબદારી અદા કરવી કે આર્થિક સધ્ધરતા જ પૂરતા નથી. એકબીજાના સ્વભાવ અને સમજણ પણ મહત્ત્વના હોય છે.

X
Try to understand each other's thinking and feelings
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી