વુમન્સ ડે સ્પેશિયલ / સંબંધો મહત્વ ઇચ્છે છે, કેટલાક સંબંધોમાં શાબ્દિક અભિવ્યક્તિની જરૂર હોતી નથી

સંબંધો બનાવવા મુશ્કેલ નથી, પણ તે નિભાવવા મુશ્કેલ હોય છે
સંબંધો બનાવવા મુશ્કેલ નથી, પણ તે નિભાવવા મુશ્કેલ હોય છે

divyabhaskar.com

Mar 08, 2019, 04:39 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વિશ્ચ ધારિણીની ઘરમાં કદર નહીં. આ વાત સ્ત્રીની ભૂમિકાને સચોટ અને સ્પષ્ટ રીતે દર્શાવવા માટે પૂરતી છે. ઘરમાં સ્ત્રી છે, એ સંબંધોના વ્યવહારથી જ સમજાઇ જશે. જો બધું વ્યવસ્થિત હોય, પરિવારના સભ્યો પણ સારી રીતે રહેતાં હોય તો ઘરમાં ચોક્કસ એક સ્ત્રી છે. બસ, બે-ચાર ડગલાં નવા અને જૂનાં સાથે સાયુજ્ય સાધવું અને સંસ્કાર-પરંપરા સાથે સમાધાન કરવાનું મુશ્કેલ નથી.

સંબંધો બનાવવાનું ખાસ મુશ્કેલ નથી, પણ તે નિભાવવાના ચોક્કસ મુશ્કેલ છે. લગ્ન સમયે હાથમાં જે મેંદીની ડિઝાઇન બને છે, તે સંબંધ છે. અળતો લગાવેલા સુંદર પગથી એ જે નવા ઘરમાં પ્રવેશે છે, ત્યાં એક નવો પરિવાર, નવા સંબંધો પ્રાપ્ત કરે છે અને તેને આજીવન એકદમ આત્મીય સંબંધ માની નિભાવે છે. આથી સ્ત્રી પરિવાર અને સંબંધોનો આધાર કહેવાય છે. પિયરના સંસ્કારનાં બીજ જે નવા પરિવારના આંગણામાં પાંગરે છે, તે નવી સ્ત્રી છે, નવી ઓળખ અને નવા સંબંધો ધરાવતી સ્ત્રી.

સ્ત્રીના લીધે જ સંબંધો છે, પરિવાર છે. આ વાત સાચી છે, સંબંધો નિભાવવામાં અને તેનું સંતુલન જાળવી રાખવામાં 75 ટકા ફાળો સ્ત્રીનો હોય છે. તેને નાનપણથી જ ધીરજ, ત્યાગ અને સમર્પણ ભાવ શીખવવામાં આવે છે, જે પરિપકવ થઇને પરિવાર અને સમાજમાં સંબંધો બાંધવાનું કામ કરે છે. સર્જનની શક્તિને કારણે ધીરજ એના જીવનનો હિસ્સો હોય છે અને કોઇ પણ સંબંધ નિભાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ધીરજની હોય છે. માતા દરેક સંબંધની ધરી છે જેની આસપાસ આખા પરિવારના સંબંધ ઘુમરાય છે.

સંબંધમાં નિકટતા હોય તો તલ્લીનતા છે. ગમે તેવી મુશ્કેલી ભલે ને હોય, પરિવાર અને સંબંધો પ્રત્યે પોતાની પ્રાથમિકતા દાખવવામાં સ્રી કાયમ અગ્રેસર રહે છે. પોતાની જાત કરતાં પરિવારની ચિંતા એની લાક્ષણિકતા છે. એની આ ખૂબીને કારણે જ સ્ત્રી કાયમ સંબંધોથી ઘેરાયેલી રહે છે. એ ન તો ક્યારેય એકલતાની ફરિયાદ કરે છે, ન તો એને સમય કેવી રીતે પસાર કરવો તેની પરેશાની હોય છે.

દરેક નવોઢા પોતાની સખીઓ માટે પણ દુઆ કરે છે. એ પોતાના હાથમાં બાંધેલ કલીરા બહેન કે સખીના માથા પર ખખડાવે છે, જેથી એનાં પણ લગ્ન થાય, ઘર વસે. દરેક માતા કોઇ પણ બાળકને જોઇ અનાયાસ જ એને રમાડવા લાગે છે. સ્ત્રી જ છે જે મમતાથી દરેકને જાણે-અજાણે બાંધતી રહે છે. શિશુને હળદર-ચણાના લોટથી નવડાવવું, એને માલિશ કરવી વગેરે અનેક બાબતો છે, જેની સાથે એ સંકળાયઇને સંબંધોમાં આગળ વધતી રહે છે.
(આલેખન : મમતા તિવારી, લેખિકા)

X
સંબંધો બનાવવા મુશ્કેલ નથી, પણ તે નિભાવવા મુશ્કેલ હોય છેસંબંધો બનાવવા મુશ્કેલ નથી, પણ તે નિભાવવા મુશ્કેલ હોય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી