રિલેશનશિપ / પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે પણ વિશ્વાસ ટકેલો હોવો જરૂરી છે

divyabhaskar.com

Apr 04, 2019, 05:29 PM IST
There is a need to have a confidence level when there is a conflict with the partner

દિવ્યશ્રી ડેસ્ક. કોઈ પણ રિલેશનશિપ માટે સૌથી જરૂરી છે પાર્ટનર વચ્ચેની સમજદારી અને વિશ્વાસ. જો તમારા અને તમારા બોયફ્રેન્ડના વચ્ચે સમજદારી નથી કે એક બીજા પ્રત્યે વિશ્વાસ નથી તો તમારો સંબંધ લાંબો સમય નહી ટકે. આપણે ઘણી વખત જોઇએ છીએ, કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને એકબીજા માટે આકર્ષણ હોય છે. જેને તેઓ પ્રેમ સમજે છે. તેઓ વચ્ચે વારંવાર મતભેદ થયા કરતા હોય છે, તે ઉપરાંત નાની નાની બાબતો પર તેઓ શંકા કરતા હોય છે. જેના પરિણામે તેઓનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્તો નથી.

સંબંધમાં શંકાને સ્થાન ન આવવું જોઇએ. અને જો શંકા થાય છે, વારંવાર સાવ સામાન્ય બાબતો પર પણ પ્રશ્ન પૂછે છે. તો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડથી દૂરી બનાવી લેવી જોઇએ. ઘણી વખત રિલેશનશિપમાં જ્યાં લગ્ન કરવાનું નક્કી કર્યુ હોય તો એકબીજાને નાની મોટી વાતની જાણકારી આપવીએ સારી બાબત છે. પરંતુ ક્યારેય એકબીજા પ્રત્યે કેર અને ઓવર કેર વચ્ચેનો ફરક સમજવો જરુરી છે.

ઘણી વખત આપણી આસપાસ જોયું છે કે બોયફ્રેન્ડ ખાવા-પીવા પર, હસવા બોલવા પર, ફ્રેન્ડ સાથે, સોશિયલ મીડિયા પર એક્ટિવ કેટલા સમય રહેવું વગેરે જેવા વિશે રોક ટોક કરે છે. એટલું જ નહીં ગર્લફ્રેન્ડના સભ્યો સાથે વાત-ચીત પોતાના વિશે શું કરી તેના વિશે પણ તેણે જાણવામાં રસ હોય છે.

તો આ પ્રકારના સંબંધનું લાંબુ આયુષ્ય હોતુ નથી. આ માનસિકતા પર આધાર રાખે છે. તેથી રિલેશનશિપ હોવ તો પહેલા તેના સ્વભાવને જાણો. તે તમને ખરેખર પ્રેમ કરે છે. તેને તમારી પર વિશ્વાસ છે કે નહીં. તથા તમારા પરિવાર માટે પણ માન હોવું જરૂરી છે. આમ ન હોય તો સંબંધમાં આગળ વધતા પહેલા વિચારો.

X
There is a need to have a confidence level when there is a conflict with the partner
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી