ભાભી-નણંદ / લોહીનો સંબંધ ન હોવા છતા જોડાયેલો નાતો

તસ્વીર પ્રતિકાત્મક છે
તસ્વીર પ્રતિકાત્મક છે

divyabhaskar.com

Apr 01, 2019, 04:37 PM IST

દિવ્યશ્રી ડાસ્ક. સામાન્ય રીતે નણંદ-ભાભીના સંબંધને નકારાત્મક ભાવથી જોવાય છે પણ આ જરૂરી નથી કે આ સંબંધમાં એક બીજા પ્રત્યે ઈર્ષા કે પ્રતિસ્પર્ધા જ હોય. જો તમારા ભાઈના લગ્ન થઈ રહ્યા છે કે થઇ ગયા છે. અને તમારા ઘરમાં ભાભી આવી રહી છે, તો ભાભીના આવવાથી તમને ઘણા ફાયદા પણ મળી શકે છે.

મોટાભાગે સમાજમાં દીયર ભાભીનો લાડકો દીકરો કે નાના ભાઇ સમાન માનવામાં આવે છે. જ્યારે નણંદ નાની હોય કે મોટી તેના માટે એક બહેન જેવો ભાવ ભાગ્યે જ કેળવવામાં આવે છે. પરંતુ હવે સિનારીયો બદલાઇ રહ્યો છે. અત્યારે ભાભી- નણંદ વચ્ચે ઉંમરમાં તફાવત હોવા છંતા તેઓ બેસ્ટફ્રેન્ડ કે બહેનોની જેમ જ રહેતી જોવા મળે છે. ઘણી વખત તો ભાભી કે નણંદ બંને પોતાના મનની કોઇપણ વાત એકબીજા સાથે શેર કરે છે.

તમારી ભાભી તમારી બેસ્ટ ફ્રેંડ પણ સાબિત થઈ શકે છે. તમે તેની સાથે તે બધી વાત કરી શકો છો. જેમકે ફરવું મૂવી જોવું નાઈટ આઉટ પર જવું શૉપિંગ કરવું અને તેની સાથે તમારા શોખ પૂરા કરવામાં પેરેંટસને પણ કોઈ મુશ્કેલી રહેતી નથી.

જો તમારી કોઈ બેન નથી, તો ભાભીને બહેન અને ભાભી નણંદને બહેન માની શકે છે. તમે આ પણ સમજી શકો છો કે ભાભીના આવવાથી બેનની કમી પૂરી થઈ છે.

તમારા મનની કોઈ વાત જેમકે કોઈની સાથે રિલેશનશિપમાં છો કે કરિયર સંબંધી કોઈ દુવિધા છે તો આવી સ્થિતિમાં કોઈ પણ વાત તમારી ભાભીથી શેર કરી શકાય છે. ભાભી એજ્યુકેટેડ હશે, તો તમને પ્રોપર ગાઇડ કરશે. જો ભાભીનું એજ્યુકેશન તમારા કરતાં ઓછું હશે તો તમને મોરલ સપોર્ટ ચોક્કસ મળશે. ઘરના સભ્ય અને તેમના સ્વભાવને સારી રીતે જાણતી હોવાથી તે તમને સાચી સલાહ આપશે.

જો તમારો ભાઈ તમારાથી ઝગડી રહ્યો હોય, તો તમારી ભાભીને કહીને ભાઈથી તમારી વાત મનાવી શકાય છે. ભાઇ બહેન વચ્ચે ભાભી સુત્રધાર બને છે. તે ઉપરાંત નણંદે પણ ભાઇ-ભાભીને એકલામાં સમય વિતાવી શકે તેવો સમય આપવો જોઇએ. જેથી ભાઇ-ભાભીને નણંદ માટે માન થાય.

X
તસ્વીર પ્રતિકાત્મક છેતસ્વીર પ્રતિકાત્મક છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી