રિસર્ચ / 50 ટકા મહિલાઓ રિલેશનશિપમાં બેકઅપ પાર્ટનર રાખે છે

50% of women hold a backup partner in a relationship

  • માર્કેટિંગ રિસર્ચ કંપની દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું કે મહિલાઓ બેકઅપ પાર્ટનર રાખે છે
  • યુકેની 1 હજાર મહિલાઓમે રિસર્ચમાં સામેલ કરવામાં આવી
  • કલીગ, એક્સ પતિ, ફ્રેન્ડ કોઈ પણ બેકઅપ પાર્ટનર હોઈ શકે છે

Divyabhaskar.com

Dec 31, 2019, 03:47 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બેકઅપ પ્લાન લઈને આગળ વધતી હોય છે. પરંતુ જો આવું રિલેશનશિપમાં કરવામાં આવે તો. એક માર્કેટિંગ રિસર્ચ કંપની દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, 50 ટકા મહિલાઓ રિલેશનશિપમાં બેકઅપ પાર્ટનર લઈને ચાલતી હોય.છે.

યુકેની 1 હજાર મહિલાઓમે રિસર્ચમાં સામેલ કરવામાં આવી
ઓનલાઈન અને મોબાઈલ પોલિંગમાં સ્પેશલાઇઝ માર્કેટિંગ રિસર્ચ કંપની વનપોલે યુકેની 1 હજાર મહિલાઓને આ રિસર્ચમાં સામેલ કરી હતી. જેમાંથી 50 ટકા સહભાગીઓ પરિણીત અને કુંવારી મહિલાઓનું માનવું હતું કે તેઓ બેકઅપ પ્લાન અથવા પાર્ટનર રેડી રાખે છે. જો વર્તમાન સંબંધ તૂટી જાય તો તેઓ બીજા પાર્ટનર પાસે જઈ શકે છે. બેકઅપ પાર્ટનર રાખવાની વાતનો સ્વીકાર કરનારી મોટાભાગની મહિલાઓનું માનવું હતું કે, તેમનો બેકઅપ પાર્ટનર તેમનો જૂનો મિત્ર હોય છે જેમને તેમનામાં રસ હોય છે.

કલીગ, એક્સ પતિ, ફ્રેન્ડ કોઈ પણ બેકઅપ પાર્ટનર હોઈ શકે છે
રિસર્ચમાં સામેલ લોકોનું કહેવું હતું કે, તેમનો બેકઅપ પર્સન કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે, તેમનો ઓફિસ કલિગ, એક્સ પતિ, સ્કૂલ ફ્રેન્ડ અથવા જિમ પાર્ટનર. અહીં જરૂરી એ છે કે તે વ્યક્તિને તે મહિલા લાંબા સમયથી ઓળખતી હોય અને તે વ્યક્તિ પણ રાહ જોઈ રહી હોય કે જ્યારે જરૂર પડે ત્યારે તે તેની પાસે જઇ શકે. લગભગ 10 ટકા મહિલાઓના જણાવ્યા પ્રમાણે, તેમનો બેકઅપ પાર્ટનર એવો વ્યક્તિ હોય છે જેણે પહેલા તેમને પોતાના પ્રેમનો અને લાગણી વ્યક્ત કરી હતી.

X
50% of women hold a backup partner in a relationship

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી