• Home
  • Lifestyle
  • Youth is affected by eating habits of friends, relatives on social media, adoption of Healthy Diet has increased

રિસર્ચ / સોશિયલ મીડિયા પર મિત્રો, સંબંધીઓની ખાણી-પીણીની ટેવોથી યુવાનો પ્રભાવિત થાય છે, હેલ્ધી ડાયટ અપનાવવાનું ચલણ વધ્યું

Youth is affected by eating habits of friends, relatives on social media, adoption of Healthy Diet has increased

  • ફળ, સલાડ ખાવાની ટેવોને યુવાનો ઝડપથી અપનાવી રહ્યા છે,  હેલ્ધી ડાયટને મહત્ત્વ આપી રહ્યા છે 
  • સતત ખાવા-પીવા અંગેના ફોટા અને વીડિયો જોવાથી ભૂખ પણ વધુ લાગે છે  
  • યુટ્યૂબ પર અંદાજે 30 લાખથી વધુ ફૂડ રેસિપીના વીડિયો ઉપલબ્ધ છે

Divyabhaskar.com

Feb 08, 2020, 12:55 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સોશિયલ મીડિયા પર યુવાનો પોતાના મિત્રો કે સંબંધીઓની ખાણી-પીણી અને જીવનશૈલીની ટેવોથી બહુ પ્રભાવિત થાય છે. અહીં સુધી કે તેઓ તેમની જેમ જ ખાવા-પીવાની આદતો અપનાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, યુઝર્સ હેલ્ધી ડાયટ તરફ વધુ મહત્વ આપી રહ્યા છે. તેઓ જંક ફૂડ કે નોનવેજ ખાનાર મિત્રો કે યુઝર્સની ટેવો અપનાવવાને બદલે ફળ, સલાડ અને જ્યુસન જેવી હેલ્ધી ડાયટ અપનાવે છે. તાજેતરમાં ‘હેલ્થ જર્નલ એપેટાઇટ’માં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જે યુવાનને લાગે છે કે તેનો મિત્ર દિવસમાં 3 વાર ફળ કે સલાડ ડાયટમાં લે છો, તો તે દિવસમાં 5 વાખત ડાયટ લેવાનું શરૂ કરશે. જો કે, તે યુવાનોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તરફનું મહત્ત્વનું પગલું છે.

રિસર્ચના મુખ્ય ઓથર અને એસ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર ડો. જેસન થોમસના જણાવ્યા પ્રમાણે, આપણે આપણી સમક્ષ હાજર લોકોને બદલે સોશિયલ મીડિયા પર જોડાયેલા લોકોથી વધુ પ્રભાવિત થઇએ છીએ. ખાસ કરીને જીવનશૈલી અને ફૂડ ટેવની બાબતે. જો આપણને લાગે કે આપણા મિત્રો વધુ ફળ કે સલાડ ખાય છે તો આપણે પણ તે પ્રમાણે ડાયટ લેવાનું શરૂ કરીએ છીએ. જોકે, સોશિયલ મીડિયા પર યુવાનો સારી ટેવોને ઝડપથી અપનાવી રહ્યા છે.

એક અન્ય રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ખાણી-પીણીના વીડિયો કે રેસિપીને ફોલો કરે છે તેવા યુવાનોને મેદસ્વીતાનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં સતત ખાવા-પીવા અંગેના ફોટા અને વીડિયો જોવાથી વ્યવહાર અને શારીરિક ક્રિયાઓ પર અસર પડે છે. તેના કારણે ભૂખ પણ વધુ લાગે છે અને મેદસ્વિતાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકાની એસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ 379 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાણી-પીણી અંગેની પોસ્ટ, રેસિપી અને વીડિયોની ભરમાર છે. આ મામલે યુટ્યૂબ સૌથી આગળ છે, જ્યાં અંદાજે 30 લાખથી વધુ ફૂડ રેસિપીના અકાઉન્ટ છે. પિન્ટરેસ્ટ પર અંદાજે 17 લાખથી વધુ રેસિપી વીડિયો ઉપલબ્ધ છે. જો કે, ઇન્સ્ટાગ્રામ પર લોકો ફૂડને બદલે યુવાનો પોતાની તસવીરો વધુ શેર કરે છે.

X
Youth is affected by eating habits of friends, relatives on social media, adoption of Healthy Diet has increased

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી