પેરેન્ટિંગ / તમારો પાળતું ડોગી બાળકને સમય સાથે જવાબદાર બનાવશે, સિંગલ બેબીને સાથ મળશે

Your pet  Dogi will make the child responsible  with time

Divyabhaskar.com

Jul 07, 2019, 05:18 PM IST

દિવ્ય શ્રી ડેસ્ક: કહેવામાં આવે છે કે આપણે જેવા લોકો સાથે રહીએ છીએ તેવો જ વ્યવહાર આપણો થઈ જાય છે.એકબાજુ આજે બાળકોમાં શિસ્ત જોવા નથી મળતી તો બીજી બાજુ તમારા બાળકોની લાઈફ પ્રત્યે ધ્યાન આપવા માટે પેટ(પાળતું પ્રાણી) પેરેન્ટ એકદમ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. ઘણી વસ્તુ છે જે આપણે બાળકોને શિખવાડવા માગતા હોઈએ છીએ, જે તમારું પેટ શિખવાડે છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમારું પેટ પેરેન્ટ બની શકે છે અને તે કેવી રીતે તમારા બાળકને જવાબદાર, સામાજિક અને એક્ટિવ બનાવે છે.

સમાજમાં ફેરફારની સાથે બાળકોના વ્યવહારમાં પણ બદલાવ આવ્યો છે. જો તમને લાગતું હોય કે તમારું બાળક જીદ્દી બનતું જાય છે અને સમય પ્રમાણે કામ ન કરતો હોય અને તેને હરવા-ફરવામાં તકલીફ થતી હોય તો તમારે પેટ પેરેન્ટ બનવાની જરૂર છે.

પેટ પેરેન્ટ બનવાની સાથે ઘરે બાળકો પર થતી અસરો વિશે વાત કરીએ તો, બાળકો માટે ઘરે પેટ રહેવું જરૂરી છે. ખાસ કરીને સિંગલ બાળકો માટે જે પેટની સાથે મોટા થાય છે, તેમની ઈમ્યૂનિટી નોર્મલ બાળકો કરતા વધારે હોય છે.

સમયની સાથે જવાબદારીનું મહત્ત્વ સમજશે
જો તમારું બાળક ડોગ પાળવાની જીદ્દ કરે છે, તો તમારે જરૂર ડોગને અડોપ્ટ કરવું. તેવામાં તમે તમારા બાળકને ડોગના રુટીન કામ માટે કહી શકો છો. જેમ કે, દરરોજ તેને સમય પર ખાવાનું આપવું, તેને સ્નાન કરાવવું, તેની સુવાની અને બેસવાની જગ્યા ચોખ્ખી રાખવી. તેનાથી તમારા બાળકને સમયની કિંમત સમજાશે. સાથે તેને એ વાતનો અહેસાસ થશે કે તેની કોઈ જવાબદારી છે જે તેને પૂરી કરવાની છે.

ચિંતા ઓછી થશે, એક્ટિવ રહેશે તમારું બાળક
શોખમાં અને શોખમાં હંમેશાં બાળકો પાળેલાં પ્રાણીઓ સાથે બહાર નીકળી જતા હોય છે જેના પછી તેઓ તેમની સાથે રમવા લાગે છે. તેનાથી બાળક પર પ્રભાવ પડે છે. સ્કૂલથી આવ્યા પછી બાળકોનો થાક દૂર થઈ જાય છે અને તે હોમવર્કનું ટેન્શન પણ ભૂલી જાય છે તેનું બ્લડ પ્રેશર પણ નોર્મલ રહે છે. તેનાથી બાળકોની એક્સસાઈઝ અને ખેલકૂદમાં પણ મન લાગ્યું રહે છે જે તેના ભવિષ્ય માટે જરૂરી છે.

સામાજિક અને નૈતિક વ્યવહાર કરે છે
પેટ ડોગ હોય કે પછી બિલાડી તેના પર બાળકો જલ્દી ગુસ્સો નથી કરતા તેઓ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે. તેમજ સામાજિક વ્યવહારમાં પણ બદલાવ આવે છે જેના લીધે તેઓ બીજા લોકો સાથે સારો વ્યવહાર કરે છે. તેમજ તેઓ કોઈ પણ કામ કરવાની ના નથી પડતા અને નીડર થઈને તેને કરે છે.

સિંગલ બેબીને મળે છે સાથ
અત્યારના સમયમાં અમે બે અને અમારો એક એ વિચાર પર સંકલ્પ કરે છે. જો કે આ એક સારી વાત છે પરંતું બીજી બાજું જોવા જઈએ તો તેનાથી તમારું બાળક એકલતા અનુભવે છે. તેવામાં બાળકો બીજાના ભાઈ-બહેનને જોઈને દુઃખી થાય છે. જો તમારું પેટ પેરેન્ટ બને છે તો તમારા બાળકની એકલતા દૂર થઈ જશે અને સાથે તેનું કામમાં મન લાગશે અને ખુશ રહેશે.

X
Your pet  Dogi will make the child responsible  with time

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી