રિપોર્ટ / વિશ્વભરમાં 15.2 કરોડ બાળકો બાળ મજૂરી કરવા માટે મજબૂર છે, જેમાં સૌથી વધુ બાળકીઓ છે

Worldwide, 15.2 million children are forced to do child labor, with the highest number of children

  • વિશ્વભરમાં 15.2 કરોડ બાળકો બાળમજૂરી કરવા માટે મજબૂરઃ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન
  • નિષ્ણાતોના મતે, શોષણના ઘણા કેસો  એવા છે, જેમાં લોકોને તેની અનુભૂતિ પણ નથી થતી

Divyabhaskar.com

Sep 30, 2019, 12:50 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વિશ્વભરમાં વર્ષ 2018માં 40.3 મિલિયન (4 કરોડ) લોકો ગુલામ જેવી સ્થિતિમાં કામ કરી રહ્યા છે. તેમાં મોટાભાગની મહિલાઓ છે. આ વાત તાજેતરમાં વોક ફ્રી ઓર્ગેનાઈઝેશનનાં રિપોર્ટમાં સામે આવી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 19મી સદીના અંતની સાથે ગુલામીનો અંત નથી થયો, ફક્ત તેનું સ્વરૂપ બદલાયું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન)ના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં 15.2 કરોડ બાળકો બાળ મજૂરી કરવા માટે મજબૂર છે.

ઓર્ગેનાઈઝેશન 2030 સુધીમાં ગુલાબી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે

આધુનિક સમયમાં ગુલામીની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે, જે લોકો કોઈ દબાણમાં અથવા કોઈ શિક્ષા હેઠળ કામ કરે છે તેને ગુલામી કહેવામાં આવે છે. ઓર્ગેનાઈઝેશન અને તેના સભ્યો 2030 સુધી માનવ તસ્કરી, બળજબરીથી મજૂરી, બાળ મજૂરી અને ગુલામીનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આધુનિક સમયમાં ગુલામીનો વધારે ઉપયોગ કંપનીઓમાં ઉત્પાદન તૈયાર કરવામાં થાય છે. વોક ફ્રીના ગ્લોબલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, સ્પાલાય ચેનમાં વિશ્વભરમાં લગભગ 1.6 કરોડ લોકો પીડિત ગુલામની જેમ કામ કરી રહ્યા છે.

ગુલામ મજૂરીને રોકવા માટે 183 માંથી 40 થી ઓછા દેશોએ સર્વે કર્યો હતો. પરંતુ તેમણે જોયું કે, યોગ્ય સિસ્ટમ અને કાયદાની વ્યવસ્થા હોવા છતાં ગુલાબી નાબૂદી કરવામાં નિષ્ફળ છે. આ દેશોમાં મોટી સંખ્યામાં ઉત્પાદનના નામે મજૂરો પાસેથી ગુલામી અને શ્રમ શોષણ કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, દુનિયામાં વસ્તુઓના સપ્લાઈથી તે નક્કી કરવું પડકારજનક છે કે જે ગુલામ મજૂરીથી મુક્ત હોય. ફેશન અને ટેક્નોલોજી કંપનીઓમાં બળજબરીપૂર્વક મજૂરી વધારે થાય છે. અમેરિકામાં મોટી સંખ્યામાં એવાં ઉત્પાદનો સપ્લાય થાય છે જે ગુલામ મજૂરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મજૂરોનું શોષણ વધી રહ્યું છે. તેને અટકાવવું મુશ્કેલ છે. તેની પાછળનું મુખ્ય કારણ છે શિક્ષણનો અભાવ.

X
Worldwide, 15.2 million children are forced to do child labor, with the highest number of children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી