રિસર્ચ / નોકરી કરતી માતાઓ તેમના બાળકોનું વધુ સારી રીતે ધ્યાન રાખે છે

Working mothers take better care of their children

  • અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં નોકરી કરતી મહિલાઓન યોગ્ય માતા તરીકે સાબિત થઈ છે
  • ભારતીય મહિલાઓ પર ‘ઓલ અબાઉટ વુમન’ શીર્ષકથી એક રિપોર્ટ જારી કર્યો છે
  • નોકરી કરતી માતાઓ માટે બાળકો તેમની પ્રથમ પ્રાથમિકતા છે

Divyabhaskar.com

Jan 13, 2020, 11:48 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નોકરી કરતા દંપતીઓ સંતાનોની સારી રીતે સારી સંભાળ રાખવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચ ન માત્ર આ માન્યતાને ખોટી સાબિત કરે છે પરંતુ અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં નોકરી કરતી મહિલાઓન યોગ્ય માતા તરીકે સાબિત થઈ છે.

મહિલાઓની મુખ્ય બ્રાન્ડ ફેમિનાએ ભારતીય મહિલાઓ પર ‘ઓલ અબાઉટ વુમન’ શીર્ષકથી એક રિપોર્ટ જારી કર્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે નોકરી કરતી માતાઓ માટે બાળકો તેમની પ્રથમ પ્રાથમિકતા છે.

તેમના વ્યસ્ત કાર્યમાંથી સમય કાઢીને આધુનિક સમયમાં માતા-પિતા તે સુનિશ્ચિત કરે છે કે, બાળકોનું ધ્યાન રાખવા માટે માતા-પિતામાંથી કોઈ એક હાજર હોય છે. રિપોર્ટમાં આધુનિક નોકરી કરતી માતાઓના જીવનના ઘણા પાસાંઓ જેમ કે, જીવનશૈલી, આદત, નવો સમાન ખરીદવો, અને પરસ્પર સંબંધો સહિતના રજૂ કરવામાં આવ્યા છે. આ રિસર્ચ દેશમા 10 મોટા અને નાના શહેરોમાં રહેતી 1,500 કરતા વધુ શહેરી મહિલાઓ પર કરવામાં આવ્યું હતું.

કામ કરતી મહિલાઓની જીવનશૈલી ઉપરાંત રિપોર્ટમાં મહિલાઓની પોતાની સંભાળ રાખવા પ્રત્યે વધી રહેલા રસ પણ દર્શાવવામાં આવે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સમયનો અભાવ હોવા છતાં, વ્યસ્ત સમય અને કંટાળાજનક ડેલી રૂટિન હોવા છતાં નોકરી કરતી મહિલાઓ સ્વસ્થને લઈને હંમેશાં સચેત રહે છે. કામ કરતી માતાઓ તેમના અને તેમના પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય છે.

ઓફિસની લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલનના આ પ્રશ્વ પર રિસર્ચમાં સામેલ મહિલાઓએ જણાવ્યું કે તેઓ પોતાના પરિવાર અને સહકર્મચાકીઓની સક્રિય મદદથી નોકરી અને અંગત જીવનમાં સંતુલન જાળવી રાખવામાં સફળ રહી છે.

X
Working mothers take better care of their children

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી