રિસર્ચ / બાળકોમાં વિટામિન ડીની ઊણપના કારણે ભવિષ્યમાં ડિપ્રેશનનું જોખમ રહે છે

Vitamin D deficiency in children is at risk for future depression

  • સૂર્યપ્રકાશથી વિટામિન ડી સૌથી વધારે પ્રમાણમાં મળે છે
  •  વિટામિન ડીની ઊણપથી બાળકોનો સ્વભાવ આક્રમક થઈ શકે છે. 
  • ‘યુનિવર્સિટી ઓફ મિશિગન’ના સંશોધકનો દાવો છે કે, તેમણે બાળકોમાં વિટામિન ડીની ઊણપને યુવાનોમાં આક્રમકતાના કારણ સાથે જોડી લીધું છે.

Divyabhaskar.com

Aug 22, 2019, 01:38 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. આજકાલ ઇમારતોની વધતી ઉંચાઇ અને બાળકોના હાથમાં મોબાઈલ, ટેબલેટ જેવી ટેક્નોલોજીના કારણે, તેમને સૂર્યપ્રકાશ નથી મળતો.સૂર્યપ્રકાશથી વિટામિન ડી સૌથી વધારે પ્રમાણમાં મળે છે, છતાં વિટામિન ડીની ઊણપ એક મોટી સમસ્યા બનીને ઊભરી છે. વિટામિન ડીના ઊણપનાં લક્ષણો જલ્દી સામે નથી આવતાં, પણ તેના કારણે આગળ જતાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એક નવા રિસર્ચ અનુસાર, વિટામિન ડીની ઊણપથી બાળકોનો સ્વભાવ આક્રમક થઈ શકે છે.

અમેરિકાની ‘યુનિવર્સિટી ઓફ મિશિગન’ના સંશોધકનો દાવો છે કે, તેમણે બાળકોમાં વિટામિન ડીની ઊણપને યુવાનોમાં આક્રમકતાના કારણ સાથે જોડી લીધું છે. તેમના રિસર્ચના અનુસાર, કોલમ્બિયામાં એવાં તમામ બાળકો જેમાં વિટામિન ડીની ઊણપ હતી તે લોકો મોટા થતાં તેમનો સ્વભાવ વધારે આક્રમક થઈ જતો જોવા મળ્યો હતો.

‘જર્નલ ઓફ ન્યૂટ્રીશિયન’માં પ્રકાશિત રિસર્ચના સિનિયર ઑથર એડુઆર્ડોએ જણાવ્યું કે, વિટામિવ ડીની ઊણપથી આગળ જતાં ડિપ્રેશન અને સ્કિઝોફ્રેનિયા જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, તેમના રિસર્ચમાં કેટલાંક લિમિટેશન હતાં, પણ તેમને પોતાનાં પરિણામો પર વિશ્વાસ હતો.તેમનું માનવું છે કે, જે જગ્યા પર લોકોમાં વિટામિન ડીની ઊણપ છે, ત્યાં વધારે રિસર્ચ કરવાની જરૂર છે.

X
Vitamin D deficiency in children is at risk for future depression
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી