મોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી બાળકોમાં આઈ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંધારામાં સ્માર્ટફોન જોવાની આદત આંખો માટે ઘાતક સાબિત થઈ શકે છે
  • સૂતી વખતે મોડે સુધી સ્માર્ટફોન પર વિડિયો ગેમ્સ રમવાથી કે વીડિયો જોવાથી બાળકોમાં આઈ સ્ટ્રોકનું જોખમ
  • શાંજી પ્રાંતના ડોક્ટરોએ સેન્ટ્રલ રેટિનલ આર્ટરી ઓક્લુશન નામની બીમારીની ઓળખ કરી છે

દિવ્યશ્રી ડેસ્ક. અંધારામાં સ્માર્ટફોન જોવાની આદત આંખો માટે ઘાતક સાબિત થઈ શકે છે. ચીનના ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેનાથી બાળકોમાં સ્ટ્રોક અને આંખો ત્રાંસી થવાનું જોખમ વધી જાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, રાતે સૂતી વખતે મોડે સુધી સ્માર્ટફોન પર વિડિયો ગેમ્સ રમવાથી કે વીડિયો જોવાથી બાળકોમાં આઈ સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે.  

રેટિનામાં ઓક્સિજન પહોંચતું નથી
શાંજી પ્રાંતના ડોક્ટરોએ સેન્ટ્રલ રેટિનલ આર્ટરી ઓક્લુશન નામની બીમારીની ઓળખ કરી છે. આ બીમારીને ‘આઈ સ્ટ્રોક’ પણ કહેવામાં આવે છે. તે આંખોના રેટિનામાં ઓક્સિજન પહોંચાડનારી ધમનીઓને સંકુચિત કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારીથી અંદાજે 2 કરોડ કરતાં વધારે લોકો પીડિત છે.

બાળકોમાં સતત વધી રહ્યા છે ચશ્માના નંબર
આધુનિક ઈલેક્ટ્રોનિક ઉપકરણો મોબાઈલ ફોન, ટેબ અને લેપટોપનો ઉપયોગ બાળકો વધુ કરે છે, જેની ખરાબ અસર તેમની આંખો પર પડે છે. તેનાથી બાળકોને દૂરની વસ્તુ જોવામાં તકલીફ થાય છે. સતત નજીકથી વસ્તુ જોવાના કારણે આંખો પર જોર પડે છે. તેનાથી બાળકોની આંખો ત્રાંસી થઈ જાય છે અને તેમના ચશ્માના નંબર વધી જાય છે.

શું છે આઈ સ્ટ્રોક?
મગજમાં આવતા સ્ટ્રોકની જેમ, જ્યારે રેટિના સુધી લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે ત્યારે આઈ સ્ટ્રોક થાય છે. રેટિના આપણી આંખનું પારદર્શક પટલ છે, જે જોવામાં મદદ કરે છે. આઈ સ્ટ્રોકથી દૃષ્ટિ નબળી થઈ જાય છે અથવા સંપૂર્ણ દેખાવાનું બંધ થઈ જાય છે. અવરોધિત રક્ત પ્રવાહને કારણે રેટિનાને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન નથી મળતું અને થોડી મિનિટો અથવા કલાકોમાં કોશિકાઓ મૃત થવા લાગે છે.