યુનિસેફ / UNICEFનો નવો રૂ. 20નો ડાયટ પ્લાન બાળકોમાં મેદસ્વિતા અને એનિમિયા દૂર કરશે

UNICEF's new Rs. A diet plan of 20 will eliminate obesity and anemia in children

  • UNICEFએ બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને જોતા ‘ઉત્તપમ ટૂ સ્પાઉટ દાળ પરાઠા’ નામની એક બુક પબ્લિશ કરી
  •  20 રૂપિયાથી ઓછી કિંમતમાં તૈયાર કરવામાં આવેલ પૌષ્ટિક આહારથી બાળકોમાં એનિમિયા જેવી સમસ્યાઓનો સામનો કરી શકાય છે
  • બુક રાષ્ટ્રીય ન્યુટ્રિશન સર્વે 2016-18નાં તારણો પર આધારિત છે

Divyabhaskar.com

Nov 19, 2019, 02:00 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF)એ બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને જોતા ‘ઉત્તપમ ટૂ સ્પાઉટ દાળ પરાઠા’ નામની એક બુક પબ્લિશ કરી છે. બુકમાં જણાવ્યા પ્રમાણે, 20 રૂપિયાથી ઓછી કિંમતમાં તૈયાર કરવામાં આવેલ પૌષ્ટિક આહારથી બાળકોમાં ઓછું વજન, મેદસ્વિતા અને એનિમિયા જેવી સમસ્યાઓનો સામનો કરી શકાય છે.

આ બુક રાષ્ટ્રીય ન્યુટ્રિશન સર્વે 2016-18નાં તારણો પર આધારિત છે, જેમાં જણાવ્યા મુજબ, પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 35 ટકા બાળકોમાં નબળાઈ, 17 ટકા બાળકો મેદસ્વિતા અને 33 ટકા બાળકો ઓછાં વજનવાળાં છે. સર્વેમાં એ વાત પણ સામે આવી કે, 40 ટકા કિશોરીઓ અને 18 ટકા કિશોરો એનિમિયાથી પીડિત છે. સાથે સ્કૂલમાં ભણતાં બાળકો અને કિશોરોમાં મેદસ્વિતાની સમસ્યા વધવાથી તેમનામાં ડાયાબિટીસ જેવાં નોન-ઈન્ફેક્શન જેવા રોગોનું જોખમ વધી જાય છે. 28 પેજની આ બુકમાં તૈયાર કરવામાં આવેલી વિવિધ વાનગીઓ અને દરેક વાનગીને બનાવવામાં કેટલો ખર્ચ થાય છે તે બધી માહિતી આપવામાં આવી છે.

આ બુકમાં ઓછા વજનની સમસ્યાનો સામનો કરવા માટે, બટાટા સ્ટફ્ડ પરાઠા, પનીર સેડલ રોલ, અને સાબુદાણાની કટલેસ જેવી વિવિધ વાનગીઓ આપવામાં આવી છે. તે ઉપરાંત વજન ઓછું કરવા માટે ફણગાવેલાં કઠોળ, પૌઆ, શાકભાજીવાળા ઉપમા લેવાની સલાહ આપવામાં આવી છે.

આ બુકમાં આપેલી તમામ વાનગીઓમાં કેલરીની માત્રા ઉપરાંત પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ફાઈબર, આર્યન, વિટામિન સી, અને કેલ્શિયમની માત્રાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. યુનિસેફના મુખ્ય વડા હેનરીટા એચ ફોરના જણાવ્યા પ્રમાણે, આ બુકનો ઉદ્દેશ્ય લોકોને જણાવવાનો છે કયો ખાદ્ય ખોરાક કેટલો પૌષ્ટિક છે.

તેમના જણાવ્યા મુજબ, આ બુકને સ્કૂલોમાં અભ્યાસક્રમનો એક ભાગ બનાવવી જોઈએ અને જો તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે તો બુકને લોકો સુધી પહોંચાડવી સરળ થઈ જશે. આ બુકની સાથે મળતી પૂરક પુસ્તિકામાં બાળકોમાં ઓછા વજન, મેદસ્વિતા અને એનીમિયાનાં કારણો અને પરિણામો વિશે જણાવવામાં આવ્યું છે.

X
UNICEF's new Rs. A diet plan of 20 will eliminate obesity and anemia in children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી