રિસર્ચ / તોતડું બોલતાં બાળકોમાં શબ્દોની સમજ જલ્દી વિકાસિત થાય છે

Understandably, children's language development soon develops

  • સંભાળ રાખનાર વ્યક્તિ સાથે આંખો મિલાવતા સમય બાળકો ઘણી વખત તોતડું બોલે છે
  • બાળકોની સાથે વાતચીત કરવાથી તેમનામાં જલ્દી શબ્દોની સમજ વિકસિત કરી શકાય
  • કઈ ક્રિયા બાળકોના ભાષાના વિકાસ માટે સૌથી સારી છે

Divyabhaskar.com

Oct 03, 2019, 02:33 PM IST
દિવ્યશ્રી ડેસ્ક. ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે નાના બાળકો બોલવાનું શરૂ કરે છે ત્યારે શરૂઆતના દિવસોમાં તે તોતડું બોલે છે. જો કે, આ તોતડું બોલવું તે કોઈ ખરાબ વાત નથી. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, બાળકો તોતડું બોલતા હોય તેના પરથી એ અંદાજ લગાવવામાં મદદ મળી શકે છે કે ભવિષ્યમાં તેમની વાતચીત કરવાની રીત કેવી હશે.

તાજેતરમાં થયેલા એક બ્રિટિશ રિસર્ચ અનુસાર, સંભાળ રાખનાર વ્યક્તિ સાથે આંખો મિલાવતી વખતે બાળકો ઘણી વખત તોતડું બોલે છે, જેથી તેના ભવિષ્યની ભાષા કૌશલનો અંદાજ લાગાવી શકાય છે. બ્રિટનમાં 'શેફિલ્ડ યુનિવર્સિટી'ના સંશોધકોને રિસર્ચ પરથી જાણવા મળ્યું કે, તેઓ પોતાની સંભાળ રાખનાર લોકોના ચહેરાને જોઈને 11થી 12 મહિનાનાં બાળકો સતત કંઈક બોલવાનો પ્રયત્ન કરવા લાગે છે. ત્યારબાદ બાળકોની શબ્દાવલી કેવી હશે, તે વિશે જાણવા મળે છે. બાળકોની સંભાળ રાખનારા પણ જાણી જોઈને બાળકોની સાથે વાતચીત કરે છે જેથી બાળકોમાં શબ્દોની સમજ વિકસિત કરી શકાય.

આ રિસર્ચ 'ડેવલપમેન્ટ સાયન્સ' નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાં એ પણ જોવા મળ્યું કે, સંભાળ કરનારા લોકોને બાળકોનો અવાજ, હાવભાવ અને તેમને એકધાર્યું જોવા પર કેવા પ્રકારની જલ્દી પ્રતિક્રિયા આપી. સંશોધકોએ એ પણ રિસર્ચ કર્યું કે, કઈ ક્રિયા બાળકોના ભાષાના વિકાસ માટે સૌથી સારી છે.
સંશોધકોના જણાવ્યા અનુસાર, જ્યારે બાળકો આંખોથી સંપર્ક કરે છે અને વાત કરવાનો પ્રયત્ન કરે છે ત્યાકે આ બાબતો પ્રત્યેની તેમની પ્રતિક્રિયા કેવી છે તેની અસર તેમની ભાષાના વિકાસ પર પડે છે.

રિસર્ચના મુખ્ય ઓથર એડ ડોનેલનના જણાવ્યા પ્રમાણે, પરિણામ પરથી એ જાણવા મળ્યું કે, સંભાળ રાખનાર વ્યક્તિ મોંઘાં રમકડાં લાવ્યા વગર અભિવ્યક્તિઓનો જવાબ આપીને બાળકોની ભાષા અને શબ્દભંડોળમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે, જે એકદમ સરળ રીત છે.
X
Understandably, children's language development soon develops
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી