પેરેન્ટિંગ / ત્રણ વર્ષનાં બાળકો પણ ટેન્શનમાં આવી શકે છે, નાની ઉંમરથી જ કાળજી જરૂરી

Three-year-old children can also come in tension, they need care only from an early age

Divyabhaskar.com

Jul 10, 2019, 05:25 PM IST

દિવ્યશ્રી ડેસ્કઃ યુનિવર્સિટી ઓફ એક્સર્શનલ મેડિકલ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા સ્ટડી પ્રમાણે, જો તમારા બાળકની સ્કૂલમાં હાજરી ઓછી હોય તો તેનું એક કારણ સ્ટ્રેસ હોઈ શકે છે. સ્ટડીના મુખ્ય રિસર્ચર કેટી ફિનિંગ અનુસાર, બહુ ચિંતાનું કારણ છે બાળક જન્મના 3 મહિના બાદ ઘણાં કારણોના લીધે તેઓ સ્ટ્રેસમાં આવી જાય છે. આ બાબત બહુ ગંભીર છે, કેમ કે તે આગળ જતાં બાળકના અભ્યાસની સાથે સાથે સોશિયલ અને ફાઈનાન્શિયલ વિકાસમાં અડચણરૂપ બની શકે છે. તેમણે આગળ જણાવ્યું કે, શરૂઆતના તબક્કામાં જાણવું જરૂરી છે કે બાળક ડિપ્રેશનમાં છે કે નહીં જેથી આગળ જતાં ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. ડોક્ટર્સનું કહેવું છે કે જન્મનાં માત્ર ત્રણેક મહિનાની અંદર જ બાળકમાં સ્ટ્રેસ પેદા થઈ શકે છે. બાળક કોઈ પણ કારણ વગર રડવા લાગે કે રમકડાં ફેંકી દે તો તેની પાછળનું કારણ ટેન્શન હોઈ શકે છે.

બાળકો કેમ ટેન્શનમાં આવી જાય છે?

બે વર્ષનું બાળક પોતાની માતાથી દૂર થાય તો પણ તેને ટેન્શન અને પરિણામે સ્ટ્રેસ આવી શકે છે. બાળકોને સૌથી વધારે હૂંફ પોતાની માતા પાસેથી મળે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે માનું ધાવણ ધાવતું હોય અને એ સમયે જો માતા બાળકને સૂવડાવે ત્યારે બાળક ડરીને રડવા લાગે છે. તો બીજી તરફ તેના સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો બાળકોને માથાનો દુઃખાવો, વારંવાર ઊંઘમાંથી ઊઠી જવાની સમસ્યા પણ રહેતી હોય છે.

4-5 વર્ષનાં બાળકો જિદ્દી હોય છે

આ ઉંમરના બાળકો ક્યારેક પોતાની વાત સમજી નથી શકતા. તેમના મગજમાં શું ચાલી રહ્યું છે તે માતાને પણ ખબર નથી પડતી. એવી પરિસ્થિતિમાં તે સ્ટ્રેસમાં આવી જાય છે. તે ઉપરાંત તે જિદ્દી બની જાય છે અને તણાવમાં આવી જાય છે. હકીકતમાં ચારથી પાંચ વર્ષનાં બાળકો પાસેથી માતા-પિતા હંમેશાં એવી અપેક્ષા રાખતાં હોય છે કે તે અત્યારથી કંઈક શીખવાનું શરૂ કરે.

ટીચરનો ડર

ચારથી પાંચ વર્ષની ઉંમરનાં બાળકોને પોતાના અભ્યાસ સંબંધી ઘણા પ્રકારની ચિંતા હોય છે. સ્કૂલે જવાનું, ટીચર્સનો ડર, માતા-પિતાની અપેક્ષાઓ અને સારા નંબરથી પાસ થવાનું દબાણ... આવાં અનેક કારણોસર બાળક ચિંતામાં આવી જાય છે.

આ રીતે બાળકોનું ટેન્શન દૂર કરો

બાળકોને પસંદ હોય તેવા પ્રોગ્રામમાં ભાગ લેવા માટે તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. તે રસ ન લેતું હોય તો તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરવો. તે ઉપરાંત તેના ક્લાસ ટીચર સાથે પણ વાત કરવી જોઈએ. બાળકને દરરોજ એકસર્સાઈઝ કરવાની સલાહ આપવી જોઈએ. કસરત કરવાથી બાળક ટેન્શન મુક્ત રહે છે, તેનાથી ફિઝિકલ અને મેન્ટલ બંને ફિટનેસ જળવાઈ રહે છે. બાળકોને એનર્જેટિક રાખવા માટે આ કસરત કરાવવી જરૂરી છે.

જો બાળક કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યું હોય તો તે વિશે પૂછવું અને તે સમસ્યા અંગે બાળક સાથે કરવી. માતા-પિતા બાળકની એક-બે વખત મદદ કરે તો બાળકની મોટામાં મોટી સમસ્યા પણ દૂર થઈ જાય છે.
બાળકને સમયનો સદઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડવું જરૂરી છે. એકસાથે એકથી વધુ કામ ચીંધી દેવાને બદલે બાળકને કામને પ્રાયોરિટી પ્રમાણે વહેંચી દઈને કરવાનું શીખવવું.

અમુક કામ વિશે બાળકો પોતાનાથી જે તે કામ નહીં થાય તેવું વિચારી લેતા હોય છે અને પરિણામે કામ પૂરું નથી કરી શકતાં. એવી સ્થિતિમાં બાળકને તે કામ કેવી રીતે કરવું તે પ્રેમથી શીખવવું જોઈએ.
કેટલાંક બાળકો એટલાં માટે કામ નથી કરી શકતા કેમ કે, તેમને નિષ્ફળતાનો ડર સતાવ્યા કરે છે. કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેતાં પહેલાં તેઓ દસ વખત વિચારતાં હોય છે કે ભાગ લેવો કે ન લેવો. આવી સ્થિતિમાં બાળકને માનસિક રીતે સપોર્ટ કરવો જોઈએ જેથી તે કોઈ પણ સ્થિતિની સામે લડી શકે. બાળકને કોઈ પણ સમસ્યાને કેવી રીતે દૂર કરવી તે અંગે જણાવવું જોઈએ. બાળક જો કોઈ સ્પર્ધામાં કે કોઈ પણ કામમાં નિષ્ફળ જાય તો તેના પર ગુસ્સો ન કરવો જોઈએ. તેને બદલે પ્રેમથી સલાહ આપવી જોઈએ કે સમસ્યાની સામે કેવી રીતે લડવું જેથી બાળકનું મનોબળ મજબૂત બનશે અને તેનામાં આત્મવિશ્વાસ વધશે.

X
Three-year-old children can also come in tension, they need care only from an early age

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી