રિસર્ચ / પેટમાં કૃમિ બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર પણ અસર કરે છે

The worms in the stomach also affect the mental and physical development of children

  • ભારતમાં 14 વર્ષથી ઓછી ઉંમરનાં 24.10 કરોડ બાળકોના પેટમાં કીડા અથવા કૃમિ (વર્મ્સ) હોવાની આશંકા
  • ભારત સરકારે વર્ષ 2015માં રાષ્ટ્રીય કૃમિમુક્તિ અભિયાન શરૂ કર્યું હતું
  • બાળકોનાં આંતરડાંમાં જંતુઓના ચેપથી તેમના બાળકને યોગ્ય સારવાર મળશે કે નહીં

Divyabhaskar.com

Oct 17, 2019, 01:39 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ભારતમાં 14 વર્ષથી ઓછી ઉંમરનાં 24.10 કરોડ બાળકોના પેટમાં કીડા અથવા કૃમિ (વર્મ્સ) હોવાની આશંકા છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, તેનું કારણ અહીંની જમીન અને તાપમાન છે, જે કૃમિનો ઉદભવ કરવામાં જવાબદાર છે. રોજિંદા જીવનમાં સ્વચ્છતા પ્રત્યે બેદરકારી પણ આ જોખમને વધારે છે.

ભારત સરકારે વર્ષ 2015માં રાષ્ટ્રીય કૃમિમુક્તિ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના ભાગ તરીકે 8થી 19 વર્ષનાં તમામ બાળકોના પેટમાં કૃમિનો નાશ કરવા માટે સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રોમાં કૃમિનો નાશ કરતી દવા વહેંચવામાં આવી હતી.

પ્રખ્યાત મેડિકલ જર્નલ ‘લાન્સેટ’માં પ્રકાશિત એક રિસર્ચ ગરમ આબોહવાવાળા દેશોમાં કૃમિનાશક અભિયાન તરફ ધ્યાન ખેંચે છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, એક માતાના શિક્ષણ અને તેના પરિવારની આર્થિક સ્થિતિથી એ નક્કી થાય છે કે, તેના બાળકોનાં આંતરડાંમાં જંતુઓના ચેપથી તેમના બાળકને યોગ્ય સારવાર મળશે કે નહીં.

માટીમાં જન્મ લેનાર પરોપજીવી

આંતરડાંનાં કૃમિ અથવા માટીમાં જન્મેલા પેટના જંતુઓનું ઈન્ફેક્શન મનુષ્યમાં થતા પેરાસાઈટ ઈન્ફેક્શનમાં સૌથી સામાન્ય છે. આ કૃમિ ગરમ આબોહવા ધરાવતા વિસ્તારોની ગરમ અને ભેજવાળી માટીમાંથી ઉદભવે છે અને પ્રદૂષિત માટી અને ભોજન દ્વારા મનુષ્યનાં શરીરમાં પહોંચી જાય છે.

એક વખત શરીરની અંદર પહોંચ્યા પછી શરીરના કોષો ખાવાનું શરૂ કરે છે અને આંતરડાંની દીવાલોને નુકસાન પહોંચાડે છે. તેના કારણે આંતરડાંમાં પોષક ત્ત્વોનું યોગ્ય રીતે શોષણ નથી થતું, ભૂખ ઓછી લાગે છે અને ડાયેરિયાની સમસ્યા પણ થઈ જાય છે. તેનું પરિણામ એ આવે છે કે જે બાળકોના પેટમાં જંતુનું ઈન્ફેક્શન હોય છે તે એનિમિયા જેવા રોગનો ભોગ બને છે. બાળકો થાક અને નબળાઈ પણ અનુભવે છે.

લાંબાગાળે અસર

જંતુઓનો ચેપ બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર પણ અસર કરે છે. આ ચેપથી પીડાતાં કેટલાંક બાળકોનું વજન ઓછું હોય છે અને ઉંચાઈ પણ ઓછી રહી જાય છે. તે સાથે આ બાળકો પોતાનાં રોજિંદાં કાર્યોમાં ધ્યાન નથી આપી શકતાં. કેટલાંક બાળકો નવી વસ્તુ યાદ રાખવામાં મુશ્કેલી અનુભવે છે. પરિણામે તેઓ સ્કૂલે જવામાં આનાકાની કરે છે. તેની માઠી અસર તેમના અભ્યાસ અને જીવનધોરણ પર પડે છે.

કૃમિ ઈન્ફેક્શનનાં લક્ષણો

કૃમિનાં ઈન્ફેક્શનનાં લક્ષણો પેટમાં કેટલાં કૃમિ છે તેની સાથે સંબંધિત છે. શરીરમાં જેટલાં વધારે કૃમિ હશે એટલાં ગંભીર લક્ષણો જોવા મળશે. જ્યારે ઈન્ફેક્શન ઓછું થઈ જાય છે તો તેનાં લક્ષણો પારખવા મુશ્કેલ બને છે. ગંભીર ઈન્ફેક્શનમાં પેટમાં મરડો થાય છે, ડાયેરિયા, કુપોષણ, ભૂખ ઓછી લાગવી અને શારીરિક વિકાસ અટકી જવા જેવાં લક્ષણો સામે આવે છે.

X
The worms in the stomach also affect the mental and physical development of children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી