રિસર્ચ / સોશિયલ મીડિયાના વધુ ઉપયોગની માઠી અસર છોકરાઓ કરતાં છોકરીઓ પર વધારે પડે છે

The social impact of overuse of social media has a far greater impact on girls than on boys

Divyabhaskar.com

Aug 17, 2019, 05:22 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. યુવાનો પર સોશિયલ મીડિયાની ખોટી અસરો અને તેનાથી થતા ડિપ્રેશનથી સૌ કોઈ વાકેફ છે. હાલમાં પ્રકાશિત થયેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, સોશિયલ મીડિયાનો દુષ્પ્રભાવ છોકરાઓની સરખામણીએ છોકરીઓ પર વધારે પડે છે. તેના માટે 13થી 16 વર્ષની ઉંમરના લગભગ દસ હજાર બાળકોનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.

'ધ લાન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ હેલ્થ' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચના સહ-લેખક રસેલ વિનરે જણાવ્યું કે, સોશિયલ મીડિયાના માપસર ઉપયોગથી કોઈ ખાસ અસર નથી પડતી, પરંતુ તેનો સતત અને વધારે પડતો ઉપયોગ આપણી ઊંઘ અને કસરત જેવી રોજિંદી પ્રવૃત્તિઓ પર ગંભીર રીતે અસર કરે છે. તો બીજી તરફ કાચી ઉંમરના બાળકો અયોગ્ય કન્ટેંટ અને સાઈબર બુલિઈંગનો ભોગ બને છે. છોકરીઓમાં સાઈબર બુલિઈંગના સૌથી વધુ કેસ નોંધાયા છે.

આ રિસર્ચમાં ઓછી ઊંઘ અને સાઈબર બુલિઈંગના કારણે 60 ટકા છોકરીઓમાં મેન્ટલ પ્રોબ્લેમ્સ જોવા મળ્યા હતા. જ્યારે છોકરાઓમાં આ પ્રમાણ 12 ટકા જેટલું જોવા મળ્યું હતું. આ મોટા તફાવતથી નિષ્ણાતો એવા નિષ્કર્ષ પર આવ્યા કે, સોશિયલ મીડિયાના વધુ ઉપયોગની માઠી અસર છોકરા કરતાં છોકરીઓ પર વધારે થાય છે. જો કે, સારી ઊંઘ અને કસરત કરવાથી તથા સોશિયલ મીડિયાના ઉપયોગ પર કાપ મૂકવાથી આ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

X
The social impact of overuse of social media has a far greater impact on girls than on boys
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી