રિસર્ચ / રડવાનો અવાજ સાંભળીને બાળક ભૂખ્યું છે કે દુખાવાને કારણે પરેશાન છે એ ખબર પડશે, વૈજ્ઞાનિકોએ ટેક્નિક વિકસાવી

The scientists have developed a technique that will tell you that the child is hungry or worried because of the pain

Divyabhaskar.com

Jun 15, 2019, 11:31 AM IST

હેલ્થ ડેસ્કઃ હવે રડવાનો અવાજ સાંભળીને ખબર પડશે કે બાળક ભૂખ્યું છે કે પછી કોઈ દુખાવાના કારણે રડી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ એવી કમ્પ્યૂટર સિસ્ટમ વિકસાવી છે, જે બાળકનાં રડવાનું કારણ શોધવામાં સક્ષમ છે. આ ટેક્નિક અમેરિકાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ અને ચીની ઓટોમેશન અસોસિએશને ભેગા મળીને તૈયાર કરી છે.


દરેક બાળકનો રડવાનો અવાજ અલગ હોય છે
સંશોધકોનું કહેવું છે કે દરેક બાળકનો રડવાનો અવાજ અલગ-અલગ હોય છે. પરંતુ તેનાં કારણોમાં સમાનતા હોય છે. વૈજ્ઞાનિકોએ એલ્ગરિધમ પર આધારિત એક સિસ્ટમ વિકસાવી છે, જે બાળકોનો રડતો અવાજ ઓળખી કાઢે છે અને તેનું કારણ પણ શોધી કાઢે છે. વિકસિત કરેલી લેન્ગવેજ રેકગ્નાઇઝેશન એલ્ગરિધમ ખાસ રીતે કામ કરે છે. તે ઘોંઘાટીયા વાતાવરણમાં પણ સામાન્ય અને અસામાન્ય રડવાના અવાજને ઓળખવામાં સક્ષમ છે.


સિસ્ટમ આ રીતે કામ કરે છે
પહેલાં એલ્ગરિધમ રડવાના અવાજનાં સિગ્નલને સમજે છે, પછી પ્રોગ્રામિંગમાં રહેલાં સિગ્નલથી તેનું મેળાપ કરાવે છે. ત્યારબાદ તેનાં રડવાનું કારણ જણાવે છે. સંશોધકોનું કહેવું છે કે ઈમરજન્સીમાં આ સિસ્ટમથી મદદ બહુ ફાયદાકારક સાબિત થશે.


સંશોધક લિચુઆન લિયુનું કહેવું છે કે, રડવું પણ એક પ્રકારની વિશેષ ભાષા છે. તેમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા અવાજો છપાયેલા છે. આ ટેક્નિકનો ઉદ્દેશ છે કે બાળકો સ્વસ્થ રહે અને માતા-પિતા પર તેમની સાર-સંભાળની જવાબદારી ઓછી રહે. આ સિસ્ટમને હજુ પણ વધારે અસરકારક બનાવવા માટે હોસ્પિટલ્સ અને મેડિકલ રિસર્ચ સેન્ટમાંથી ડેટા ભેગો કરવામાં આવશે.

X
The scientists have developed a technique that will tell you that the child is hungry or worried because of the pain
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી