રિસર્ચ / ફુલ ક્રિમ મિલ્ક પીવાવાળા બાળકોમાં મેદસ્વિતાનું જોખમ ઓછું રહે છે

The risk of obesity is lower in children who drink full cream milk

  • બે વર્ષની ઉંમરથી લો ફેટ મિલ્ક આપવામાં આવતું હતું તેઓ તે બાળકોની સરખામણીએ પાતળા નહોતા જેમને ફુલ ક્રીમ મિલ્ક પીવાનું ચાલુ રાખ્યું હતું
  • ફુલ ક્રીમ મિલ્ક પીવે છે તેમનામાં મેદસ્વિતાનું જોખમ તે બાળકોની સરખામણીમાં 40 ટકા ઓછું રહે છે જે લો-ફેટ દૂધ પીવે છે
  •  રિસર્ચનો અભ્યાસ કર્યો જેમાં 1થી 18 વર્ષના અંદાજે 21,000 એવા બાળકો સામેલ હતા જે ગાયનું દૂધ પીતા હતા

Divyabhaskar.com

Jan 01, 2020, 12:02 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એવા બાળકો જે દરરોજ ફુલ ક્રીમ મિલ્ક પીવે છે તેમનામાં મેદસ્વિતાનું જોખમ તે બાળકોની સરખામણીમાં 40 ટકા ઓછું રહે છે જે લો-ફેટ દૂધ પીવે છે. સેન્ટ માઈકલ્સ હોસ્પિટલનાં સંશોધકો દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં આ વાત સામે આવી છે.

આ રિસર્ચ માટે સંશોધકોએ તે 28 રિસર્ચનો અભ્યાસ કર્યો જેમાં 1થી 18 વર્ષના અંદાજે 21,000 એવા બાળકો સામેલ હતા જે ગાયનું દૂધ પીતા હતા. આ રિસર્ચ બાળકોના દૂધના આહાર અને મેદસ્વિતાની સમસ્યા વચ્ચેના સંબંધ પર કરવામાં આવ્યું છે.

ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત તાજેતરના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, અગાઉ હાથ ધરવામાં આવેલા 28 રિસર્ચમાંથી કોઈ પણ સાબિત કરી શક્યું નથી કે લો-ફેટ મિલ્ક પીવાવાળા બાળકોમાં ઓવરવેટ અથવા મેદસ્વિતાનું જોખમ ઓછું હતું. તેનાથી વિપરિત 28માંથી 18 રિસર્ચમાં જોવા મળ્યું કે ફુલ ક્રિમ મિલ્ક પીવાવાળા બાળકોમાં મેદસ્વિતાનું જોખમ ઓછું રહે છે.

આ નવું રિસર્ચ તે તાજેતરના ઈન્ટરનેશનલ ગાઈડલાઈન્સને પડકાર આપે છે જેમાં મેદસ્વિતાનું જોખમ ઓછું કરવા માટે બે વર્ષની ઉંમરના બાળકોને ફુલ ક્રીમની જગ્યાએ લો ફેટ મિલ્ક પીવડાવવાની સલાહ આપવામાં આવી હતી.

આ રિસર્ચના મુખ્ય ઓથર જોનથન મેગ્વાયરના જણાવ્યા પ્રમાણે, કેનેડા અને અમેરિકામાં મોટાભાગના બાળકો ગાયનું દૂધ પીવે છે. તે ઘણા બાળકો માટે ડાયટ્રી ફેટનો મોટો સ્ત્રોત છે. અમારી સમીક્ષામાં બહાર આવ્યું છે કે જે બાળકોને નવી ગાઈડલાઈન્સનું પાલન કરતા બે વર્ષની ઉંમરથી લો ફેટ મિલ્ક આપવામાં આવતું હતું તેઓ પણ તે બાળકોની સરખામણીએ પાતળા નહોતા જેમને ફુલ ક્રીમ મિલ્ક પીવાનું ચાલુ રાખ્યું હતું.

સંશોધકોએ ફૂલ ક્રીમ મિલ્ક અને તેનાથી મેદસ્વિતાના જોખમને લઈને ક્લિનિકલ ટ્રાયલ લેવાનું વિચારી રહ્યા છે. મેગ્વાયરના જણાવ્યા પ્રમાણે, જેટલા પણ રિસર્ચ થયા છે તે તમામ અવલોકનો પર આધારિત હતા, જેનો અર્થ એ થાય છે કે ફુલ ક્રીમ મિલ્કના કારણે મેદસ્વિતાનું જોખમ ઓછું થાય છે કે નહીં તે આપણે નિશ્ચિતપણે કહી શકતા નથી. શક્ય છે કે ફુલ-ક્રિમ મિલ્ક અન્ય પરિબળો સાથે સંકળાયેલું હોય જે મેદસ્વિતાના જોખમને ઘટાડતું હોય. આ વાતને ક્લિનિકલ ટ્રાયલ દ્વારા જ સાબિત કરી શકાય છે.

X
The risk of obesity is lower in children who drink full cream milk
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી