શેરિંગ / માતાએ પિરિઅડ્સ વિશે છોકરી અને છોકરા બંનેને જાણકારી આપવી જોઈએ

The mother should inform both the girl and the boy about the periods

  •  સેનિટરી નેપ્કિન્સની જાહેરાતો આવતી ત્યારે લોકો ઓઝપાઈ જતા
  • બાળકોને ઘરમાં કાળી થેલીમાં રાખવામાં આવેલાં પેડ કે સેનિટરી નેપ્કિનનું કુતૂહલ સતત રહેતું હોય છે
  • છોકરા-છોકરી બંનેને સાથે જણાવવું

Divyabhaskar.com

Aug 23, 2019, 12:37 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એક સમય હતો જ્યારે ટીવીમાં પિરિઅડ્સમાં ઉપયોગમાં લેવાતાં સેનિટરી નેપ્કિન્સની જાહેરાતો આવતી ત્યારે લોકો ઓઝપાઈ જતા. જ્યારે આ વાત બાળકો પોતાનાં માતા-પિતાને કહેતા ત્યારે તેઓ સવાલનો જવાબ આપવાનું ટાળતાં. તેમ છતાં બાળકોને ઘરમાં કાળી થેલીમાં રાખવામાં આવેલાં પેડ કે સેનિટરી નેપ્કિનનું કુતૂહલ સતત રહેતું હોય છે. માતાઓ એવું માનતી કે બાળકો યોગ્ય ઉંમરનાં થાય ત્યારે જ તેમને આ બધી બાબતો વિશે જણાવવું જોઈએ. નાનપણમાં તેમને આ વાતો ન કરવી જોઈએ. પરંતુ હવે આ સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.

અત્યારના ઈન્ટરનેટ અને મોબાઈલના યુગમાં બાળકોને નાની ઉંમરમાં જ બધી ખબર પડવા લાગી છે. મોબાઈલમાંથી તેઓ સારી-નરસી તમામ પ્રકારની માહિતી મેળવતાં થઈ ગયાં છે. ઈન્ટરનેટ પરથી ગમે તે સ્રોતમાંથી મળતી સાચી-ખોટી માહિતી મેળવીને તેઓ ગેરમાર્ગે દોરાય તેના કરતાં માતા-પિતાએ જાતે જ પોતાનાં બાળકોને વિશ્વાસમાં લઈને તમામ પિરિઅડ્સ, સેક્સ જેવી વાતો સમજાવી દેવી જોઈએ. કુદરતે નક્કી કરેલી શરીરની ક્રિયાઓ વિશે કોઈપણ જાતનો સંકોચ કે ખચકાટ રાખ્યા વિના માતા-પિતાએ પોતાનાં દીકરા અને દીકરીઓ બંનેને તમામ પ્રકારની વાતો અને તેની પાછળનાં સાયન્ટિફિક તથા બાયોલોજિકલ કારણો સાથે સમજાવવી જોઈએ. બાળકોને પોતાનાં શરીરની અંદર થતા ફેરફારો વિશે તમામ માહિતી હોવી જોઈએ. તેમના શરીરમાં આ ફેરફારો થાય તે પહેલાંથી જ તેઓ આ બાબતો વિશે માહિતગાર હશે તો તેઓ માનસિક રીતે પણ તૈયાર રહેશે.

પિરિઅડ્સ વિશે જણાવવા માટેની બાળકોની યોગ્ય ઉંમર કઈ છે?

હવે તમારે ક્યારે તમારા બાળકને જણાવવું જોઈએ તે તમારા પર નિર્ભર કરે છે. બાળઉછેર નિષ્ણાતોના મત અનુસાર 10 વર્ષની ઉંમર યોગ્ય છે. છોકરા-છોકરી બંનેને સાથે જણાવવું. મોટાભાગની માતાઓ પિરિઅડ્સ વિશે માત્ર પોતાની દીકરીઓને જ કહેતી હોય છે. જ્યારે દીકરાને જણાવવું પણ એટલું જરૂરી છે.

X
The mother should inform both the girl and the boy about the periods
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી