તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • The Mischievous Nature Of Children Is Related To The Food Given To Them

બાળકોનો તોફાની સ્વભાવ તેને આપવામાં આવતા ખોરાક સાથે સંકળાયેલ છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક. આજકાલના બાળકો બહુ જ તોફાની હોય છે અને જિદ્દી હોય છે. વારંવાર માત-પિતા બાળકો પર ગુસ્સો કરતા હોય તો પણ તેઓ તોફાન ઓછું કરવાનું નામ નથી લેતા. જો તમારું બાળક પણ તોફાની હોય તો હવે સમય આવી ગયો છે તેને આપવામાં આવતા ખોરાક પર ધ્યાન આપવામાં આવે.


તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બાળકોના આંતરડામાં જોવા મળતા સૂક્ષ્મજંતુઓ તેમના સ્વભાવ પર ખરાબ રીતે અસર કરે છે. આ સૂક્ષ્મજંતુઓ  ખાદ્ય પદાર્થો દ્વારા તેમના આંતરડા સુધી પહોંચે છે. 


સંશોધકોએ પાંચથી સાત વર્ષની ઉંમરના શાળાએ જતા બાળકો પર રિસર્ચ કર્યું. આ રિસર્ચ સ્ટેન્ડફોર્ડ સ્ટેટ યુનિવર્સિટી અને મેનિટોબા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું હતુ. આ રિસર્ચના આધારે, બાળકોનો તોફાની સ્વભાવ તેમને આપવામાં આવતા ખોરાક સાથે સંકળાયેલ છે. રિસર્ચના રિપોર્ટને એમ-બાયો નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. 


આ રિસર્ચ એટલા માટે જરૂરી છે કેમ કે, તેના આધાર પર તે જાણી શકાય છે કે, ભવિષ્યમાં બાળકના સ્વભાવમાં જરૂરી ફેરફાર લાવવા માટે માટે શું નિષ્ણાતોની મદદની જરૂર પડશે કે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો