માનસિક સ્વાસ્થ્ય / બાળકોની મેન્ટલ હેલ્થને લઈને અમેરિકામાં કાયદો બનાવવામાં આવ્યો

The Mental Health of Children was legislated in the United States

  • તણાવની સાથે માનસિક સ્વાસ્થ્યની સમસ્યા વિશ્વભરમાં વધી રહી છે
  • અમેરિકાના ઓરેગનમાં એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો
  •  બાળકો માટે મેન્ટલ હેલ્થ માટે એક રજાની જોગવાઈ શરૂ કરવામાં આવી છે

Divyabhaskar.com

Oct 10, 2019, 03:35 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. બદલાતી જીવનશૈલી અને વધતા તણાવની સાથે માનસિક સ્વાસ્થ્યની સમસ્યા વિશ્વભરમાં વધી રહી છે. મોટી ઉંમરના લોકો જ નહીં પણ બાળકો અને કિશોરો પણ તેનો ભોગ બની રહ્યા છે. કારકિર્દીના નિર્ણયો અને બગડતા સંબંધોના તબક્કામાં તેઓ કોઈપણની સાથે તેમની માનસિક સ્થિતિને શેર કરવામાં પણ શરમાતા હોય છે.

દરેક પરિવારમાં બાળકોનાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાવા-પીવાથી લઈને, તેની આસપાસ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે જેથી બાળકો બીમાર ન થઈ જાય. પરંતુ હંમેશાં માતા-પિતા બાળકોના માનસિક સ્વાસ્થ્યને નજરઅંદાજ કરે છે. એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર, છોકરીઓની સરખામણી કરતાં છોકરાઓ વધારે તણાવમાં હોય છે. આ તણાવ કારકિર્દીની પસંદગીથી લઈને પરીક્ષા અને પરિવારની સમસ્યાના કારણે વધે છે.

બાળકોમાં વધતા તણાવને જોતાં અમેરિકાના ઓરેગનમાં એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓરેગન યૂએસનું એક રાજ્ય છે. ત્યાં બાળકો માટે મેન્ટલ હેલ્થ માટે એક રજાની જોગવાઈ શરૂ કરવામાં આવી છે. જેમ બાળક બીમાર પડવા પર સિક લીવ લઈ શકે છે, તેવી જ રીતે કોઈ પણ કારણથી તણાવમાં હોવા પર મેન્ટલ હેલ્થ લીવ લઈ શકે છે.

મેન્ટલ હેલ્થ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઓરેગન પ્રથમ રાજ્ય છે જ્યાં બાળકોના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કાયદો બનાવવામાં આવ્યો છે. અહીં બાળકો દર ત્રણ મહિનામાં 5 મેન્ટલ હેલ્થ લીવ લઈ શકશે. 2017માં ઓરેગનમાં 825 લોકોએ આત્મહત્યા કરી હતી. તે વર્ષે ઓરેગનમાં 15થી 24 વર્ષના લોકોનાં મોતનું સૌથી મોટું કારણ આત્મહત્યા હતી.

X
The Mental Health of Children was legislated in the United States
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી