તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજાત શિશુઓના શરીરમાં આવતી સુગંધ બધાને આકર્ષે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂ બોર્ન બેબી એટલે કે નવજાત શિશુઓના શરીરમાં આવતી સુગંધ બધાને આકર્ષે છે
  • રિસર્ચ 'ફ્રંટિયર્સ સાઇકૉલોજી' જનર્લમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું
  • શિશુઓની અંદરથી મધહોશ કરતી સુગંધ આવે છે જે મગજને એક પ્રકારની ઉત્તેજના અને રાહત આપે છે

દિવ્યશ્રી ડેસ્ક. ન્યૂ બોર્ન બેબી એટલે કે નવજાત શિશુઓના શરીરમાં આવતી સુગંધ બધાને આકર્ષે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આ સુગંધ આટલી કેમ આપણને ગમે છે. હાલમાં આ વિશે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ 'ફ્રંટિયર્સ સાઇકૉલોજી' જનર્લમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ દરમિયાન સંશોધકોએ 30 મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં 15 મહિલાઓ હતી, જેમને તાજેતરમાં બાળકને જન્મ આપ્યો હતો. બાકીની 15 મહિલાઓ એવી હતી કે જેમણે હજી સુધી બાળકને જન્મ આપ્યો નહોતો.
આ બધી સ્ત્રીઓને 2 દિવસ પહેલા જન્મેલા નવજાત બાળકોને પહેરેલા કપડાં સૂંઘવા માટે આપવામાં આવ્યા હતા.આ દરમિયાન બંને મહિલાઓના મગજનાં તે હિસ્સાની સક્રિયતા વધી ગઈ જે કોઈ ઉપહાર મળવા અથવા ટેસ્ટી ફૂડ ખાવા દરમિયાન એક્ટિવ થાય છે. ટૂંકમાં રિસર્ચના પરિણામોમાં તે સામે આવ્યું કે, નવજાત શિશુઓની અંદરથી મધહોશ કરતી સુગંધ આવે છે જે મગજને એક પ્રકારની ઉત્તેજના અને રાહત આપે છે. 
હવે તે જાણવું જરૂરી છે કે બાળકોમાંથી આવી સુગંધ કેમ આવે છે? જો કે, વૈજ્ઞાનિકઓ અત્યાર સુધી 100 ટકા શ્યોરિટી સાથે તેનો કોઈ જવાબ આપ્યો નથી કેમ કે, આ વિશે રિસર્ચ હજું ચાલું છે. પરંતુ તેમને ઘણા કારણો સ્પષ્ટ કર્યા છે. જેમાં પહેલું કારણ છે, બાળકોના શરીરમાંથી પરસેવાની સાથે નીકળતા રસાયણ. જો કે, તેની સુગંધ છ સપ્તાહ કરતા વધારે સમય સુધી નથી રહેતી કેમ કે ત્યાર સુધી તેઓ બહારનું ખાવાનું અને પીવાનું શરૂ કરે છે, જેનાથી તેમનું મેટાબોલિજમ બદલવાનું શરૂ થઈ જાય છે. જ્યારે તે પહેલાં, તેઓ માતાના ગર્ભાશયની નાળ દ્વારા પોષણ મેળવતા હતા.
તો બીજી બાજું એવું થિયરી છે કે આ સુગંધ આપણા મગજને ડાયરેક્ટ ઈફેક્ટ એટલા માટે કરે છે કેમ કે, સારી અને ખરાબ ગંધ આપણે મગજના માધ્યમથી જજ કરીએ છીએ. આપણે જે વસ્તુને પસંદ કરીએ છીએ તેની ખુશબુ આપણને આકર્ષિત કરે છે અને બ્રેનનો એક હિસ્સો એક્ટિવ થઈને આપણને તે તમામ વસ્તુ સાથે જોડે છે. જે વસ્તુ નુકસાન પહોંચાડે છે તેની ગંધ આપણું બ્રેન એક્ટિવ થઈને નકારાત્મક પ્રક્રિયા આપે છે. બાળકો મોટા થઈ જાય ત્યારે તેમના શરીરમાંથી સુગંધ નથી આવતી પરંતુ માતાના મગજમાં તે સુગંધ હંમેશાં યાદ રહે છે. કેટલાંક માતા-પિતા રૂમમાં એન્ટ્રી કરતા સમયે પોતાના નવજાત શિશુને સુગંધથી ઓળખી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...