પેરેન્ટિંગ / પરિવારમાં કેટલાક નિયમો બાળકોનું ભાવિ ઉજ્જ્વળ બનાવી શકે છે

Some rules in the family can brighten the future of children

  • કેટલાક નિયમો બનાવી બાળકોને તે અંગે જાણ કરવામાં આવે
  • ઘરમાં જો સમવયસ્ક બાળકો હોય તો તેમની વચ્ચે ઝઘડો થાય એ સ્વાભાવિક છે
  • ઘરમાં કોઇ પ્રકારે ક્રોધ કે ઝઘડો થયો હોય તો શાંતિથી વાત કરવી

Divyabhaskar.com

Oct 16, 2019, 11:16 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. બાળકોને નાનપણથી જ નાના-નાના નિયમોની પાલન કરવાની ટેવ પાડવામાં આવે તો તેમનું ભાવિ ઉજ્જવળ બની શકે છે. એ માટે માતા-પિતાએ ઘરમાં કેટલાક નિયમો બનાવી બાળકોને તે અંગે નાનપણથી જ જાણ કરી દેવાની રહે કે આ નિયમોનું ઘરની સાથે બહાર પણ પાલન કરવાનું રહેશે.

ક્રોધ પર કાબૂઃ

બાળકોને સૌથી પહેલા ગુસ્સા પર કાબૂ રાખતા શીખવાડો. ઘરમાં જો સમવયસ્ક બાળકો હોય તો તેમની વચ્ચે ઝઘડો થાય એ સ્વાભાવિક છે. બાળકો ઘણી વાર ઝઘડાથી આગળ વધીને મારામારી પણ કરતાં હોય છે, જો ઘરના વડીલો પણ આવું કરતાં હોય તો તેમણે પોતાની ટેવ બદલવી જોઇએ. એક નિયમ બનાવો કે ઘરમાં કોઇ પ્રકારે ક્રોધ કે ઝઘડો થયો હોય તો શાંતિથી વાત કરવી. કોઇ પ્રકારનું ઉદ્ધતાઇભર્યું વર્તન ચલાવી નહીં લેવાય.

અપશબ્દોથી અંતરઃ

બાળકો મોટા ભાગે બહાર રમવા જાય અથવા ટીવી જોઇને અપશબ્દોનો ઉપયોગ કરતાં થઇ જાય છે. તેમને લાગે છે કે તેઓ આ રીતે વાત કરશે તો તેમની વાત સાંભળશે અથવા આવા શબ્દો બોલીને તેમના તરફ સૌનું ધ્યાન આકર્ષાશે. આજકાલ કાર્ટૂન શો અથવા ફિલ્મોમાં પણ અપશબ્દોનો ઉપયોગ થાય છે. બાળકોને સમજાવો કે એથી તેમની છાપ ખરાબ પડશે. તેમનાં નાનાં ભાઇ-બહેનો પણ આવું જ શીખશે.

પીઠ પાછળ ગેરવર્તનઃ

મોટા થઇ રહેલાં બાળકો પોતાને વડીલ માનવા લાગે છે. તેમને લાગે છે કે મોટાઓ તેમના પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરે છે. તેઓ વડીલો સમજાવે ત્યારે આજુબાજુ ફાંફાં મારે છે અથવા વસ્તુઓ ફેંકવી કે મોં બગાડવું જેવું વર્તન કરે છે. તેમને સમજાવો કે આવું વર્તન કરવાથી વડીલોનું અપમાન થાય છે. જો તેમને ઘરના કોઇ સભ્ય સામે ફરિયાદ હોય તો તેમની સાથે બેસીને વાત કરી તેનો હલ લાવે. આવું વર્તન બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે.

નાનાંને મદદઃ

ઘરના બાળકો નાનાં ભાઇ-બહેનો સાથે જવા-આવવાની ના કહે છે. તેમને જણાવો કે નાનાં ભાઇ-બહેનોને મદદ કરવાની તેમની જવાબદારી છે. તેમને હોમવર્ક કરવામાં મદદ કરવી, સાથે રમવું, તેમની સાથે બહાર જવું વગેરે કરી શકે છે. માતા-પિતા કામ કરતાં હોય ત્યારે બાળક પોતાનાં નાનાં ભાઇ-બહેનોની આ રીતે સંભાળ રાખીને તેમને મદદરૂપ થઇ શકે છે.

X
Some rules in the family can brighten the future of children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી