• Home
  • Lifestyle
  • Seventy percent of the world's parents are spending the most time on the Internet

રિસર્ચ / વિશ્વમાં 70 ટકા માતા-પિતા સૌથી વધારે સમય ઈન્ટરનેટ પર પસાર કરી રહ્યા છે

Seventy percent of the world's parents are spending the most time on the Internet

  • મોબાઈલનો ઉપયોગ ન કરવાના મામલે પિતાને બાળકો પર માતા કરતાં વધુ ભરોસો
  • રશિયન સાઈબર સિક્યોરિટી ફર્મ કાસ્પરસ્કી દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું
  • 72% માને છે કે ઇન્ટરનેટને કારણે પરિવાર પર અસર પડે છે

Divyabhaskar.com

Dec 28, 2019, 12:14 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ઈન્ટરનેટ બિહેવિયર દ્વારા કરવામાં આવેલ સર્વેમાં એ વાત સામે આવી છે કે, 60 ટકા માતા પિતા પોતાના બાળકો દ્વારા જોવાતા ઓનલાઈન કન્ટેન્ટની જાણકારી નથી રાખતાં હોતા. સમગ્ર વિશ્વમાં 70 ટકા માતા-પિતા સૌથી વધારે સમય ઈન્ટરનેટ પર પસાર કરી રહ્યા છે. 72 ટકા માને છે કે ઇન્ટરનેટ અને મોબાઇલ ડિવાઇસના મહત્તમ ઉપયોગને કારણે તેમના પારિવારિક જીવન પર અસર થઇ રહી છે. ‘સાઈબર સિક્યોરિટી ફર્મ કાસ્પરસ્કી’ના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે જારી કરાવમાં આવેલ રિપોર્ટ મુજબ 52 ટકા માતા-પિતાને પોતાનાં બાળકો પર ભરોસો હોય છે કે તેઓ હવે ઇન્ટરનેટ કે મોબાઇલ જેવાં ડિવાઇસનો ઉપયોગ નહીં કરે. ઘરમાં પિતા બાળકો પર વધુ વિશ્વાસ રાખે છે. 57 ટકા પિતાને એવો વિશ્વાસ છે કે તેમનાં બાળકો જાણે છે કે કયા ડિવાઇસથી ક્યારે કેટલો બ્રેક લેવાનો છે. આંકડાની વાત કરીએ તો આ સંખ્યા પાંચમાંથી ત્રણ હોય છે.

જ્યારે આ બાબતે 48 ટકા માતાઓ જ બાળકો પર વિશ્વાસ કરી શકે છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે 40 ટકા માતા-પિતા પોતાનાં બાળકોની ઓનલાઇન ગતિવિધિઓ કે ઇન્ટરનેટના ઉપયોગ પર નિયંત્રણ કરવા કે તેમના પર દેખરેખની જરૂરી સમજતા નથી. જોકે કાસ્પરસ્કીના માર્કેટિંગ હેડ મારિના તિતોવાના જણાવ્યા પ્રમાણે, આ એક પ્રકારનું જોખમ જ હોઇ શકે છે. કારણ કે ઓનલાઇન એપ્લિકેશનની સાથે બાળકોનો રસ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નકારાત્મક્તાથી તેઓ માત્ર એક ક્લિક જ દૂર હોય છે.

જમતા-ઊંઘતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરો

ઓનલાઇન રહેવાના દુષ્પ્રભાવથી બચવા માટે કાસ્પરસ્કીએ જાણકારી આપતા જણાવ્યું કે, સંપૂર્ણ પરિવાર માટે નિયમ બનાવવામાં આવે. જેમ કે જમતી વખતે ડાઇનિંગ ટેબલ પર કોઇ મોબાઇલનો ઉપયોગ નહીં કરે. ઊંઘવા જતા સમયે પણ મોબાઇલ અલગ રાખવામાં આવશે અથવા તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરાશે. તેનાથી બાળકોની વચ્ચે એક સારો મેસેજ જશે અને તેઓ પણ તેનો વપરાશ કરવાની જીદ નહીં કરે.

X
Seventy percent of the world's parents are spending the most time on the Internet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી