તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sending Your Child To School At The Age Of 5 Affects Their Memory

બાળકને 5 વર્ષ કરતાં નાની ઉંમરે સ્કૂલે મોકલવાથી તેની યાદશક્તિ પર માઠી અસર થાય છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ASER રિપોર્ટ 2019 પ્રમાણે, ગ્રામીણ વિસ્તારમાં 5માંથી 1 બાળક, 6 વર્ષની ઉંમર પહેલાં ધોરણ 1માં પહોંચી જાય છે
  • ઉંમર ઓછી હોવાથી બાળકને જ્ઞાન સંબંધી આવડત પર માઠી અસર થાય છે
  • અક્ષરો અને સંખ્યાઓ ઓળખવાની, વાંચવા અને યાદ રાખવાની ક્ષમતામાં ઘટાડો થાય છે

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારે આપણા દેશમાં પ્લે સ્કૂલ અને પ્રેપરેટરી સ્કૂલનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઉપરાંત માતા-પિતા પણ વય પહેલાં બાળકને સ્કૂલમાં મોકલવાનું શરૂ કરે છે અને આ તેમના વાલીપણાને લગતી સૌથી મોટી ભૂલ છે. અત્યારે બાળક 2 વર્ષનું થતા જ તેને પ્લે સ્કૂલમાં મોકલવામાં આવે છે. 3 વર્ષની ઉંમરમાં નર્સરી, 4 વર્ષની ઉંમરમાં કેજી અને 5 વર્ષની ઉંમરમાં બાળકો ધોરણ 1માં આવી જાય છે. કેટલીક વખત માત્ર 4 વર્ષની ઉંમરે બાળક ધોરણ 1માં પહોંચી જાય છે. 


રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ 2019ના જણાવ્યા પ્રમાણે, ક્લાસ 1 એટલે કે પહેલા ધોરણમાં ભણતાં બાળકોની ઉંમર 6 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ. પરંતુ ઈન્ડિયન પેરેન્ટ્સ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા એટલા ઉતાવળા હોય છે કે કેટલી વખત માત્ર 4 વર્ષની વયનું બાળક પણ ધોરણ 1માં પહોંચી જાય છે. આ સ્થિતિ શહેરોમાં જ નહીં પણ ગામડાંમાં પણ જોવા મળી રહી છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન (ASER) રિપોર્ટ 2019માં જણાવ્યા પ્રમાણે, ગ્રામીણ વિસ્તારમાં ભણતા દરેક 5માંથી 1 બાળક, 6 વર્ષની ઉંમર પહેલા ધોરણ 1માં પહોંચી જાય છે. 

ઉંમર ઓછી હોવાથી બાળકને જ્ઞાન સંબંધી આવડતને અસર થાય છે
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, જો બાળકની ઉંમર વધારે છે તો વસ્તુને શીખવા અને સમજવાની તેમની સર્જનાત્મકતા સ્કિલ સારી હોય છે તે બાળકોની સરખામણીએ જે નાની ઉંમરમાં કલાસ 1માં પહોંચી જાય છે. ખાસ કરીને અક્ષરો અને સંખ્યાઓ ઓળખવાની, વાંચવા અને યાદ રાખવાની ક્ષમતા. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, જ્યારે ઓછી ઉંમરમાં બાળકોને ફોર્મલ સ્કૂલમાં ઈનરોલ કરવામાં આવે છે તો તે એક મોટું કારણ બની જાય છે કે તેઓ પોતાની સ્કૂલ લાઈફમાં એકેડમિક્સની બાબતમાં બીજા બાળકોથી પાછળ રહી જાય છે. 

યુકેમાં 5 અને યુએસમાં 6 છે ફોર્મલ સ્કૂલ એજ
અન્ય દેશોની વાત કરીએ તો યુકેમાં ફોર્મલ સ્કૂલિંગ શરૂ કરવાની ઓછામાં ઓછી ઉંમર 5 વર્ષની છે જ્યારે યુએસ એટલે કે અમેરિકામાં 6 વર્ષ છે. ફોર્મલ સ્કૂલિંગ અંતર્ગત પ્લેસ્કૂલ અને કિંડરગાર્ટનમાં વિતાવેલાં વર્ષોની ગણતરી કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો યુકે અને યુએસ બંને જગ્યા પર બાળકોને કિંડરગાર્ટનમાં એડમિશન કરાવવા માટે પણ 5 અથવા 6 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જો બાળકોને થોડી મોટી ઉંમરમાં સ્કૂલમાં એનરોલ કરવામાં આવે છે તો તેનાથી તેમની એકેડેમિક અચિવમેન્ટ સારી રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો