WHO / ‘ન્યૂમોનિયા’ ભારતમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે

Pneumonia is the leading cause of death in children under the age of five in India

  • દર વર્ષે 12 નવેમ્બર વર્લ્ડ ન્યૂમોનિયા ડે તરીકે ઊજવવામાં આવે છે
  • ભારતમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ ન્યૂમોનિયા છે
  • ન્યૂમોનિયા મુખ્યત્વે વાઇરસ, બેક્ટેરિયા અને ફન્ગાઈને કારણે થાય છે

Divyabhaskar.com

Nov 07, 2019, 02:02 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. દર વર્ષે 12 નવેમ્બર વર્લ્ડ ન્યૂમોનિયા ડે તરીકે ઊજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ લોકોમાં ન્યૂમોનિયા રોગની અને તેની ગંભીરતાની માહિતી પૂરી પાડવી અને તેને અટકાવવાના ઉપાયો સૂચવવાનો હોય છે. ન્યૂમોનિયા એ ભારતમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. ભારતમાં દર 8 મિનિટે એક બાળકનું ન્યુમોનિયાને લીધે થાય છે. જોકે, પણ ન્યૂમોનિયાને રસિકરણથી અટકાવી શકાય છે.

કુપોષિત બાળકોમાં, એવા બાળકને 6 મહિના સુધી માતાનું ધાવણ પૂરતું ન મળ્યું હોય. હવામાં પ્રદુષણ, બાળકના પેરેન્ટ્સ દ્વારા ઘરમાં કરાતા ધુમ્રપાનથી, ઘરમાં ગીચતા અને સ્વચ્છતાનો અભાવ આ બધા ભારતમાં બાળકોને ન્યૂમોનિયા થવા માટેના જોખમી પરિબળો છે.

કારણો :
ન્યૂમોનિયા મુખ્યત્વે વાઇરસ, બેક્ટેરિયા અને ફન્ગાઈને કારણે થાય છે. જેમાં ‘Streptococcus Pneumoniae’ બેક્ટેરિયા મુખ્ય કારણ છે. ત્યારબાદ ‘Influenzae-B’ અને ‘RSV’ વાઇરસ જેવા કારણો જવાબદાર છે. ‘HIV’ ચેપગ્રસ્ત બાળકમાં ન્યૂમોનિયા થયાની શક્યતા વધારે હોય છે.
લક્ષણો :

  • ખાંસી
  • સતત વધારે પ્રમાણમાં તાવ
  • શ્વાસોશ્વાસમાં તકલીફ
  • ખેંચ આવવી
  • બેભાન થઈ જવું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)ના જણાવ્યા પ્રમાણે, બાળકનો શ્વાસોશ્વાસ એક મિનિટમાં નીચે પ્રમાણે હોય તો ન્યૂમોનિયાની શક્યતા રહે છે.

  • 1. 2 મહિનાથી ઓછી ઉંમર, 60 પ્રતિ મિનિટ કે વધારે
  • 2. 2-11 મહિનાની ઉંમર, 50 પ્રતિ મિનિટ કે વધારે
  • 3. 12-59 મહિના, 40 પ્રતિ મિનિટ અથવા વધારે

કોમ્પ્લિકેશન્સ

  • ફેફસામાં પરૂ, પાણી
  • મગજમાં ચેપ
  • કાનમાં ચેપ

ન્યૂમોનિયા અટકાવવાના ઉપાયો

  • બાળકને છ મહિના સુધી ફક્ત માતાનું ધાવણ આપવું.
  • બાળકોને પોષણયુક્ત આહાર આપવો.
  • બાળકોના હાથ વારંવાર પાણી-સાબુથી ધોવાં.
  • બાળકોને વિટામિન એ અને ઝિંક સપ્લિમેન્ટ આપવાં.
  • પ્રદૂષિત હવા કે ગીચ વાતાવરણથી દૂર ખુલ્લામાં રાખવા.
  • HIB, ન્યુમોકોકલ, ઓરી અને Pertussisનું રસિકરણ બાળકોમાં ન્યૂમોનિયા અટકાવવા માટે જરૂરી છે.

ન્યુમોકોકલ રસી
આ રસી પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં અપાવવી જરૂરી છે. જેના બાળકની ઉંમર પ્રમાણે ચાર, ત્રણ, બે અથવા એક ડોઝ આપવામાં આવે છે. અત્યારે ભારત સરકાર દ્વારા તબક્કાવાર દરેક રાજ્યમાં ન્યુમોકોકલ (PCV)ની રસીના ત્રણ ડોઝ દરેક રસિકરણ કેન્દ્રમાં આપવામાં આવે છે.

X
Pneumonia is the leading cause of death in children under the age of five in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી