સોશિયલ મીડિયા પર બાળકો શું કરે છે, તેનું ધ્યાન માતા-પિતાએ રાખવું જોઇએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા બાળકો રોજના અંદાજે 7.5 કલાક સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે
  • માતા પિતાએ બાળકોને ઓનલાઈન સેફ કેવી રીતે રહેવાય તે સમજાવવા
  • બાળકો ઈન્ટરનેટ એડક્ટિવ રહેતા હોવાથી તેઓ લીધે મૂડી થઈ જાય છે

દિવ્યશ્રી ડેસ્ક. સોશિયલ મીડિયા એટલે ડીજિટલ કમ્યૂનિકેશન. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને બીજી ઘણી એપ. ઘણા બાળકો રોજના અંદાજે 7.5 કલાક સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે. ઘણા બાળકો ઈન્ટરનેટ એડક્ટિવ રહેતા હોવાથી તેમનો સ્વભાવ મૂડી અને અંતર્મુખી થઇ જાય છે. જેના લીધે બાળકોના અભ્યાસ પર અસર થાય છે. બાળકોને ઈન્ટરનેટ માટે ના પાડવી, એ શક્ય નથી. તેથી માતા પિતાએ બાળકોને ઓનલાઈન સેફ કેવી રીતે રહેવાય તે સમજાવો અને બાળકોની સાથે તમે પણ સોશિયલ મીડિયા વિશે જાણો તો વધારે સારું છે. બને તો એની સાથે જે-તે વેબસાઈટ પર કનેક્ટેડ રહો.
બાળકને થોડા સમજાવવા જોઈએ કે, સોશિયલ મીડિયા પર જાણીતા લોકોની જ ફેસબુક ફ્રેન્ડની રીક્વેસ્ટ સ્વીકારો, ઘરનું કે સ્કૂલનું સરનામું ક્યારેય ન લખવું જોઈએ, કોન્ટેક્ટ નંબર પણ ન લખો. ફેસબુકનો મોબાઈલમાં ઉપયોગ કરતાં હો, ત્યારે લોકેશન સર્વિસ ચાલુ ન રાખો કેમ કે એનાથી લોકો તમને ટ્રેક કરી શકશે.તે ઉપરાંત જ્યારે પણ બીજાના કમ્પ્યુટર પર ફેસબુક એકાઉન્ટ લોગ-ઇન કરો, તે પછી યાદ રાખીને લોગ-આઉટ કરો.બાળક સાથે બેસીને સોશિયવ મીડિયાની પ્રાઇવસી સેટ કરો  બાળકને સાઇબર બુલિંગ વિશે વાત કરો. એને જ્યારે પણ કોઈ પર્સનલ કે વલ્ગર મેસેજ કે પોસ્ટ મળે તો તમને વાત કરે એ જણાવો.

ટ્વિટર : ટ્વિટર પર શોર્ટ અપડેટ મળે છે. બિગ સેલેબ્રિટીના સમાચાર જાણવા મળી શકે છે. ટ્વિટર ફેસબુક કરતાં ઓછુ જોખમી છે. એમાં જાણીતા લોકો જ
બાળકની ટ્વીટ વાંચી શકે છે. સાઇબર બુલિંગ ઓછું જોવા મળે છે.

યુ-ટ્યૂબ : યુ-ટ્યૂબ પર ટીનએજર વીડિયો જુએ છે. મ્યુઝિક, સિરિયલ અથવા ગીતોના વીડિયો જોવા મળે છે. જોકે પોર્નોગ્રાફીનું ન્યુસન્સ રહે છે. યુ-ટ્યૂબ બીજી
રીતે સેફ છે.

એમએસએન/સ્કાયપ : આ પ્રોગ્રામ છે. વેબસાઈટ નથી. આમાં ઇ-મેઇલ આઇડીનો ઉપયોગ થાય છે. તેમાં લોગ-ઇન પછી વીડિયો કોલ અથવા ચેટ કરી શકાય
છે. આમાં માતા-પિતાને એક જ ટેન્શન રહે છે કે બાળકો અજાણ્યા કે જાણીતા લોકો સાથે વધારે વાતો કરતાં હોય.
 

અન્ય સમાચારો પણ છે...