સર્વે / બાળકો કરતા માતા-પિતા મોબાઈલ પર વધુ વ્યસ્ત રહે છે

Parents are more busy on mobile than kids

  • 70 ટકા માતા-પિતા એ વાતનો સ્વીકાર કરે છે કે તેઓ જરૂર કરતાં વધારે ઓનલાઈન રહે છે
  • રિસર્ચમાં 72 ટકા માતા-પિતાએ સ્વીકાર્યું છે કે ઇન્ટરનેટ અને મોબાઇલના ઉપયોગથી પરિવારને સમય નથી આપી શકતા
  • 70 ટકા માતા-પિતા સંમત છે કે ઇન્ટરનેટ પર સમય પસાર કરવો એ તેમની આદત બની ગઈ છે

Divyabhaskar.com

Jan 08, 2020, 11:30 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. વર્તમાન સમયને ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે અને દરેક વ્યક્તિ નવી નવી ટેકનોલોજી અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હોય છે. બાળકો જ નહીં પણ મોટી ઉંમરના લોકો પણ મોબાઈલ પર વધારે સમય વીતાવે છે. એવામાં માતા-પિતા પણ મોબાઈલ પર વ્યસ્ત રહેતા હોવાની વાત સામે આવી છે. એક સર્વે અનુસાર, 70 ટકા માતા-પિતા એ વાતનો સ્વીકાર કરે છે કે તેઓ જરૂર કરતાં વધારે ઓનલાઈન રહે છે. તેનાથી પરિવાર પર નકારાત્મક અસર પડે છે.


ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે તેમના બાળકો મોબાઈલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સનો વધારે પડતો ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, માતા-પિતા જાતે જ ટેક્નોલોજી પર સમય બગાડી રહ્યા છે. રિસર્ચમાં 72 ટકા માતા-પિતાએ સ્વીકાર્યું છે કે ઇન્ટરનેટ અને મોબાઇલના ઉપયોગથી પરિવારને સમય નથી આપી શકતા અને તેમનું સામાન્ય પારિવારિક જીવનમાં પણ સમસ્યા ઉભી થઈ રહી છે. થોડા દિવસ પહેલા જારી કરવામાં આવેલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

ખરાબ વ્યસન
સર્વેમાં જણાવ્યા પ્રમાણે, 70 ટકા માતા-પિતા સંમત છે કે ઇન્ટરનેટ પર સમય પસાર કરવો એ તેમની આદત બની ગઈ છે. જો કે, 51 ટકા લોકો ઈન્ટરનેટ અને મોબાઈલને તેમના પોતાના અને બાળકોની વાતચીતને પ્રભાવિત કરવાની મંજૂરી આપે છે. આ સ્થિતિમાં માતા-પિતાએ પોતાના બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓની સાથે તેઓ ખુદ પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની ટેવને નિયંત્રિત કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા.

બાળકો પર વિશ્વાસ

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, માતા-પિતા ઈન્ટરનેટના ઉપયોગને લઈને બાળકો પર વિશ્વાસ કરે છે. રશિયા સ્થિત કેસ્પરસ્કાય નામની એક ઇન્ટરનેટ સિક્યોરિટી દ્વારા કરવામાં આવેલ સર્વેમાં 52 ટકા માતા-પિતાએ તે વાતને લઈને સહમતી દર્શાવી હતી કે, તેમના બાળકોને ખબર છે કે તેઓ ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરી ચૂક્યા છે અને તેઓએ ઈન્ટરનેટને બંધ કરવું જોઈએ. સર્વેમાં જણાવ્યા પ્રમાણે, 48 ટકા માતાની સરખામણીમાં 57 ટકા પિતા બાળકોને તેમની ઈન્ટરનેટની ટેવ વિશે વધુ વિશ્વાસ કરે છે. સર્વેમાં એ વાત પણ સામે આવી કે, 40 ટકા પેરેન્ટ્સને એવું લાગે છે કે, તેમના બાળકોની ઓનલાઈન પ્રવૃતિઓને નિયંત્રિત કરવાની જરૂર નથી.

ઇન્ટરનેટની દુનિયા આકર્ષક લાગે છે
સર્વે કરનારી કંપની કેસ્પરસ્કાયના અધિકારી મરીના ટિટોવાના જણાવ્યા પ્રમાણે, ઈન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકો માટે આકર્ષક સામગ્રી ઉપલબ્ધ હોય છે. તેનાથી તેઓ લાંબા સમય સુધી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં માતા-પિતાએ બાળકોની સાથે વધારેમાં વધારે સમય પસાર કરવો જોઈએ અને કેટલીક પ્રવૃતિઓમાં તેમને સામેલ કરવા જોઈએ જેથી બાળકોનું ધ્યાન ઈન્ટરનેટ તરફ ન જાય.

X
Parents are more busy on mobile than kids

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી