રિસર્ચ / વજનવાળા બાળકોમાં ફૂડ એલર્જી થવાનું જોખમ રહે છે

Overweight children are at risk of developing food allergies

  •  વધુ વજનવાળા બાળકોને નાનપણથી ફૂડ એલર્જી અથવા એક્ઝિમાથી પીડિત હોવાવી શક્યતા
  • જન્મ સમયે વજનમાં પ્રત્યેક કિલોગ્રામના વધારાથી બાળકોમાં ફૂડ એલર્જીનું જોખમ 44 ટકા વધે છે

Divyabhaskar.com

Oct 20, 2019, 11:29 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, વધુ વજનવાળા બાળકોને નાનપણથી ફૂડ એલર્જી અથવા એક્ઝિમાથી પીડિત હોવાવી શક્યતા વધારે હોય છે. આ રિસર્ચ ‘જર્નલ ઓફ એન્ડ ક્લિનિકલ ઈમ્યૂનોલોજી’માં પ્રકાશિત થયું છે. સંશોધનકારોની ટીમે આ મનુષ્ય પર કરવામાં આવેલા પૂર્વ સંશોધનોનું મૂલ્યાંકન કરતા સમીક્ષા કરી છે.

15,000 સંશોધનની તપાસ કર્યા પછી, તેઓએ 42 ની ઓળખ કરી, જેમાં 20 લાખથી વધુ એલર્જી પીડિતોના ડેટા સામેલ છે.ઓસ્ટ્રેલિયાની ‘એડિલેડ યુનિવર્સિટી’ના ‘કેથી ગેટફોર્ડે’ના જણાવ્યા અનુસાર, "અમે જન્મ સમયે વજન અને સગર્ભાવસ્થાના સમયે જન્મ લેનાર બાળકની ઉંમર અને પુખ્ત વયના લોકોમાં એલર્જી સંબંધી બિમારીઓની ઘટનાઓનું વિશ્લેષણ કર્યું."

ગેટફોર્ડેના જણાવ્યા મુજબ, "બાળકના જન્મ સમયે વજનમાં પ્રત્યેક કિલોગ્રામના વધારાથી બાળકોમાં ફૂડ એલર્જીનું જોખમ 44 ટકા વધે છે અથવા એક્ઝિમાં થવાનું જોખમ 17 ટકા વધારે રહે છે." તેમાં મોટાભાગનું રિસર્ચ વિકસિત દેશોના બાળકો પર કરવામાં આવ્યું જેમાં મોટાભાગના યૂરોપિયન છે.

X
Overweight children are at risk of developing food allergies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી