મમતા / 'મહી'નો જન્મ થતા જ માતાનું મૃત્યુ થયું, બાળકીને મેજિસ્ટ્રેટ માતા અને ડીડીઓ પિતાએ દત્તક લીધી

Mother was killed as soon as Mahi was born, child adopted by magistrate mother and DDO father.
Mother was killed as soon as Mahi was born, child adopted by magistrate mother and DDO father.

  • ઓફિસર દંપતીએ 'બેટી બચાવો, બેટી પઢાવો' કર્યું સાર્થક, માતાએ હોસ્પિટલમાં કરાવ્યું ફીડિંગ
  • આણંદ જિલ્લામાં વહેતી નદીના નામથી આ બાળકીનું નામ મહી રાખવામાં આવ્યું. 
  • બાળકી અને પુત્રની સાથે આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમની પત્ની એડિશનલ ચીફ જ્યૂડીશિયલ મેજિસ્ટ્રેટ ચિત્રા રત્નૂ
     

Divyabhaskar.com

Aug 18, 2019, 01:47 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. દત્તક આપવામાં આવેલી પુત્રી માહીના જૈવિક પિતાને પહેલેથી જ બે પુત્રી છે. ત્રીજી છોકરીનો જન્મ અને પત્નીના મૃત્યુથી તેનુ પાલન કરવામાં મુશ્કેલી નડશે તે નક્કી હતું. હકીકતમાં પિતાએ પણ બાળકીને દત્તક આપવા માટે સંમતિ આપી હતી. જણાવી દઈએ કે, કોઈપણ સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત થઈ જાય છે તો, જિલ્લા વિકાસ અધિકારીને જાણકારી આપવાની હોય છે.

પત્નીના અંતિમ સંસ્કાર દરમિયાન સંમતિ આપી

નિયમ પ્રમાણે, જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવને જાણકારી આપવામાં આવી હતી. એટલા માટે આ દંપતીએ વાસદ સીએચસી સેન્ટર પર પહોંચીને બાળકીને દત્તક લેવા માટે તેના પરિવારના લોકો સાથે ચર્ચા કરી, જ્યારે બાળકી હોસ્પિટલમાં હતી અને તેના પિતા પરિવારના લોકો બાળકીની માતાનાં અંતિમ સંસ્કાર માટે ગયા હતા.

પિતાની મંજૂરી બાદ બાળકીને કરાવ્યું ફીડિંગ

દંપતીએ હોસ્પિટલમાં તપાસ કરી હતી તો આ બાળકીને કોઈ મહિલા ફીડિંગ કરવવા માટે તૈયાર હતી. એક તરફ બહાર ભારે વરસાદ વરસાદ હતો અને ભૂખી થયેલી આ બાળકીને મેજિસ્ટ્રેટ ચિત્રા રત્નીએ બાળકીના પિતા અને ડોક્ટરની સલાહ લઈને તેને છાતીએ લગાડી અને તેને ફીડિંગ કરાવ્યું. કેમ કે, તે પોતાના દોઢ વર્ષના પુત્રને ફીડિંગ કરાવતી હતી એટલા માટે અન્ય કોઈ બાળક ભૂખ્યું થાય તે ન જોઈ શકી.

X
Mother was killed as soon as Mahi was born, child adopted by magistrate mother and DDO father.
Mother was killed as soon as Mahi was born, child adopted by magistrate mother and DDO father.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી