સાવચેતી / ચોમાસાની સિઝનમાં બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી જરૂરી છે

Monitoring of children's health is essential during the monsoon season

  • ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે ગંદકી, રોગચાળો, મચ્છરોનો ઉપદ્રવ, સેનિટેશન તથા ડ્રેનેજનાં સમસ્યાઓ જોવા મળે છે
  • ચોમાસામાં મુખ્યત્વે બાળકોમાં ફેલાતા સામાન્ય બીમારીની વાત કરીએ તો, શરદી, ખાંસી, વાઇરલ ફીવર, પેટની તકલીફો થાય છે
  • બાળકોને ઘણી વાર કંજક્ટિવાઈટિસ (આંખો આવવી) થાય છે. જે એક વાઇરલ ઇન્ફેક્શન છે

Divyabhaskar.com

Sep 03, 2019, 12:12 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે ગંદકી, રોગચાળો, મચ્છરોનો ઉપદ્રવ, સેનિટેશન તથા ડ્રેનેજનાં સમસ્યાઓ જોવા મળે છે. તેવામાં બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું બહું જરૂરી છે. ચોમાસામાં મુખ્યત્વે બાળકોમાં ફેલાતા સામાન્ય બીમારીની વાત કરીએ તો, શરદી, ખાંસી, વાઇરલ ફીવર, પેટની તકલીફો થાય છે.

બાળકોને ચોમાસામાં માથું દુખવું, નાકમાંથી પાણી આવવું, છીંકો આવવી, ગળામાં દુખાવો, તાવ, અશક્તિ જેવા લક્ષણો જોવા મળે છે. જો બાળકને આવી કોઈ પણ વાઇરલ સમસ્યા થાય તો તેની યોગ્ય દવા લેવી જોઈએ બાળકોને હાઈગ્રેડ ફીવર આવતો હોય તો ડોક્ટર પાસે જઈ તેની સારવાર કરાવવી. બાળકોને ઘણી વાર કંજક્ટિવાઈટિસ (આંખો આવવી) થાય છે. જે એક વાઇરલ ઇન્ફેક્શન છે. આંખો લાલ થવી, ખંજવાળ આવવી, પાણી નીકળવું, આંખો સુજી જવી, દુખાવો થવો જેવા લક્ષણો આના હોય છે. ડોક્ટરને બતાવી દિવસમાં દર 2-3 કલાકે ડ્રોપ નાખવા, આંખો હૂંફાળા પાણીથી કોટનથી સાફ રાખવી.

મેલેરિયામાં ઠંડી લાગીને તાવ આવવો, અશક્તિ, માથું દુખવું, જેવા લક્ષણો જણાય છે. મેલેરિયામાં તાવ ચડ-ઊતર થતો હોય છે. જો સમયસર દવા અને સારવાર કરાવવામાં આવે તો 5-7 દિવસમાં આરામ થઇ જાય છે. મેલેરિયાની જેમ ડેન્ગ્યુ પણ સામાન્ય છે. ડેન્ગ્યુમાં હાઈગ્રેડ ફીવર, પ્લેટલેટ કાઉન્ટ ઘટી જવા, શરીરમાં દુખાવો, જોઇન્ટ પેઇન, અશક્તિ જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુના લક્ષણ જણાય તો સમયસર ડોક્ટરની સલાહ લેવી, બાળકોને બને તેટલું પ્રવાહી લીંબુપાણી, નાળિયેરનું પાણી, જ્યુસ,વગેરે આપવા. ટાઇફોઇડ દૂષિત પાણીથી ફેલાતો રોગ છે. જેનાં લક્ષણોમાં તાવ, શરીરનો દુખાવો, અશક્તિ, માથાનો દુખાવો, વોમિટિંગ, વગેરેનો સમાવેશ થાય છે. બાળકોને ઉકાળેલું, નવશેકું પાણી પીવા આપવું.

ચોમાસામાં પેટ તથા આંતરડાંનું ઇન્ફેક્શન સામાન્ય બાબત છે. બાળકોમાં આ તકલીફ વધારે થાય છે. તેમને પેટમાં ઇન્ફેક્શન, પેટમાં દુખવું, ડાયેરિયા, ખોરાક ન પચવો થાય છે. બાળક વારંવાર પેટમાં દુખવાની ફરિયાદ કરે તો તેને જબરજસ્તી ન ખવડાવવું, ચોમાસામાં બાળકોને અનેક સમસ્યાઓ થાય છે. તેના માટે ડોક્ટરની સલાહ, સ્વચ્છતા, યોગ્ય ખોરાક અને પીવાના પાણી વગેરેની કાળજી રાખવામાં આવે તો આ રોગોથી બાળકોને બચાવવાની સાથે તેને ફેલાતા અટકાવી પણ શકાય છે. ચોમાસામાં બાળકોને વાઇરલ ઇન્ફેક્શન, શરદી વગેરે રોગો ઝડપથી થઇ જાય છે

X
Monitoring of children's health is essential during the monsoon season

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી