રિસર્ચ / સૂક્ષ્મજંતુઓ બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે

Microbes strengthen the immune system of children

  • મોટેભાગે માતા-પિતાને લાગે છે કે જંતુઓ હાનિકારક હોય છે પરંતુ આ સાચું નથી
  • બાળકોના હાથને સેનિટાઇઝરથી સાફ કરવવા અને નાની નાની બાબતે સ્નાન કરાવવું તે યોગ્ય બાબત નથી
  • બાળક થોડીવાર માટે માટી-ધૂળમાં રમે તો ચિંતા કરવાની જરૂર નથી

Divyabhaskar.com

Nov 06, 2019, 01:56 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ઘણા માતા-પિતાને લાગે છે તેમના બાળકો માટે જર્મ્સ ખરાબ છે અને તેને લઈને તેઓ બાળકોને જરૂર કરતાં વધુ સ્ટરિલાઈઝ (જંતુરહિત) રાખે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, તેમની રોગપ્રતિકારકશક્તિ માટે યોગ્ય નથી. યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર ગિલબર્ટના જણાવ્યા પ્રમાણે, મોટેભાગે માતા-પિતાને લાગે છે કે જંતુઓ હાનિકારક હોય છે પરંતુ આ સાચું નથી. મોટેભાગે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. નવજાત શિશુના કિસ્સામાં સાવધાની રાખવી પડે છે કેમ કે, તેમની રોગપ્રતિકારક શક્તિ વિકસિત નથી થઈ હોતી પરંતુ સહેજ મોટાં થાય ત્યારે ઓવરપ્રોટેક્ટિવ ન બનવું જોઈએ.

ઘરમાં હંમેશાં સ્વચ્છતા જાળવવામાં આવે છે, પરંતુ બાળકોના હાથને સેનિટાઇઝરથી સાફ કરવવા અને નાની નાની બાબતે સ્નાન કરાવવું તે યોગ્ય બાબત નથી. મોટેભાગે ગંભીર બીમારી માટે બાળકોને રસી આપવામાં આવે છે, તેથી તેમને થોડીવાર માટે માટી-ધૂળમાં રમે તો ચિંતા કરવાની જરૂર નથી. ઘણી વખત મહિલાઓ ગર્ભવતી હોય ત્યારે તેમના ઘરમાંથી પાળતુ પ્રાણીને દૂર કરી દેવામાં આવે છે જેથી બાળકોને ચેપ અથવા એલર્જી ન થાય. પરંતુ હકીકત તેનાથી વિરુદ્ધ છે.

જે બાળકો પાળતુ પ્રાણીની આસપાસ રહે છે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ભવિષ્યમાં એલર્જીની સમસ્યા નથી થતી. શરૂઆતમાં જ સૂક્ષ્મજંતુઓ વગેરેનો સામનો કરતા તેમની પ્રતિકારકતા મજબૂત થઈ જાય છે. તેથી જો તમારો કૂતરો તમારા બાળકના ચહેરાને ચાટે તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. તેથી જો તમારું બાળક જમીનમાં રમે છે, હાથ ગંદા કરે અથવા માટી ખાય તો ચિંતા કરવાની જરૂર નથી તેનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે.

X
Microbes strengthen the immune system of children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી