સંભાળ / બાળકને નાનપણથી બનાવો પ્રામાણિક

Make a child honest since childhood

  • સારી ટેવ બાળકને નાનપણથી જ શીખવી શકાય છે
  • ક્યારેક સારું કામ કર્યા પછી ચોકલેટ કે આઇસક્રીમની લાલચ કેટલી હદે બાળકને પ્રામાણિક બનાવે છે
  • ત્રણેક વર્ષનું હોય ત્યારથી જ બાળક થોડુંઘણું ખોટું બોલવા લાગે છે?

Divyabhaskar.com

Dec 01, 2019, 03:01 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સારી ટેવ બાળકને નાનપણથી જ શીખવી શકાય છે. પણ ક્યારેક મારની બીકે તો ક્યારેક સારું કામ કર્યા પછી ચોકલેટ કે આઇસક્રીમની લાલચ કેટલી હદે બાળકને પ્રામાણિક બનાવે છે?

માતા-પિતા બાળકને ખોટું ન બોલવું, વડીલોને માન આપવું, ભોજન ન વેડફવું જેવી અનેક સારી ટેવ પાડવાનો પ્રયત્ન કરે છે. જોકે તેઓ એ ભૂલી જાય છે કે આવી ટેવનું પાલન થવું જ જોઇએ. કોઇ પણ ટેવ એવી રીતે પાડવી જોઇએ કે એ કોઇને ખુશ કરવા માટે કે ધ્યાન હોય ત્યારે જ પાલન ન થાય. બાળકો સાચા અર્થમાં ટેવ અપનાવે છે કે માતા-પિતાને છેતરે છે એ વાતનું ધ્યાન પહેલાંથી જ રાખવું જોઇએ.

મેડિકલ જર્નલ લાન્સેન્ટમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા અનુસાર, ત્રણેક વર્ષનું હોય ત્યારથી જ બાળક થોડુંઘણું ખોટું બોલવા લાગે છે. માતા-પિતા ચીડાય નહીં એ ડરે ઘણી વાર બાળકો ખોટું બોલે છે. જેમ કે, ફ્રીજમાં મૂકેલ કેક અથવા આઇસક્રીમ ચૂપચાપ ખાઇ જવો અને પકડાઇ જાય તો ના કહેવી. એવામાં માતા-પિતા તેને અણસમજુ માનીને, નાનપણ કે મજાકમાં વાત ટાળી દે છે. આથી બાળક કોઇ પ્રકારના પસ્તાવા કે ડર વિના ખોટું બોલતું થઇ જાય છે.

માતા-પિતા અને પરિવારજનો બાળકને સારા કામ કે દેખાવની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કરે છે. જોકે ઘણી વાર આવી પ્રશંસા કે પ્રોત્સાહનનું પ્રેશર તેમને અપ્રામાણિકતા આચરવા પ્રેરે છે. બાળક પાસે નાનું-મોટું કામ કરાવવા માટે તેમને ઇનામ આપવાથી પણ તેઓ લક્ષ્યથી દૂર થઇ જાય છે. જેમ કે, રમકડાં તેના સ્થાને મૂકવા, બ્રશ કરવું, જેવી નાની નાની ટેવ પાડવા માટે કાયમ કંઇ આપવાની લાલચથી તેઓ અપ્રામાણિક બનવા લાગે છે. બાળકોને જો કોઇ કામ કરવાનું ગમતું હોય તો તેઓ કોઇ પણ પ્રકારની લાલચ વિના પણ તે કરશે જ. તેથી ઇનામ ક્યારે અને કયા કામ માટે આપવું છે અથવા આપવું જોઇએ તે જાણવું ખૂબ જરૂરી છે.

બાળકો માટે કોઇને આપેલું વચન નિભાવવું અને પોતાની વાત જણાવવી મહત્ત્વ ધરાવે છે. તેથી એવો પ્રયત્ન કરો કે બાળકોને કોઇ વાત અંગે ના કહેવા માટે તેમની પાસે એ શબ્દો કહેવડાવો. કોઇ પણ વાત બાળકો પોતે કહેશે, તો પોતાની વાતનું પાલન કરવા માટે બંધાયેલા રહેશે. તેમને એ યાદ રહેશે કે પોતે આ કામ કરવા માટે ના કહી છે. આમ કરવાથી તેઓ મોટા થઇને પણ પોતાની વાતને મક્કમતાથી વળગી રહેતાં શીખશે અને વચનબદ્ધતાનું ધ્યાન રાખશે.

X
Make a child honest since childhood

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી