બોન્ડિંગ / કિશોરવસ્થામાં બાળકો સાથે પ્રેમ અમે હૂંફથી વાત કરવાથી માતા-પિતાનું બોન્ડિંગ વધે છે

Love with children in adolescence As we speak warmly, parenting increases bonding

  • આ સમયગાળા દરમિયાન બાળકોમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે
  •  આજના સમયમાં પેરેન્ટ્સ તથા ટીનએજર્સના સંબંધોમાં સ્ટ્રોંગ બોન્ડિંગ, વિશ્વાસ કે શેરિંગ જોવા મળતું નથી

Divyabhaskar.com

Aug 27, 2019, 12:14 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. બાળક 13-19 વર્ષનું થાય એટલે તે કિશોરવસ્થામાં આવે છે. આ સમયગાળા દરમિયાન બાળકોમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે. જેને કારણે દરેક બાળકનાં વિચારોમાં, વર્તનમાં ફેરફાર જોવા મળે છે. બાળક સતત વિચારો તથા બાહ્ય વર્તનને મેચ કરવામાં સ્ટ્રેસ અનુભવે છે. ટીનએજર્સમાં હોર્મોનલ ચેન્જીસના કારણે બાળકો પ્યુબર્ટી, સામાજિક, અભ્યાસ, માતા-પિતા, વગેરે સાથે તાલમેળ સાધવામાં સ્ટ્રેસ અનુભવે છે.

આ ઉંમરમાં બાળકોમાં અભ્યાસ, કરિયર, અપેક્ષા, સરખામણી, વગેરેનાં કારણે બાળક સતત સંઘર્ષ અને મૂંઝવણ અનુભવે છે. આજના સમયમાં પેરેન્ટ્સ તથા ટીનએજર્સના સંબંધોમાં સ્ટ્રોંગ બોન્ડિંગ, વિશ્વાસ કે શેરિંગ જોવા મળતું નથી. જેનું કારણ પેરેન્ટ્સ તથા તેમની અપેક્ષા હોઈ શકે. માતા-પિતા તેમની કરિયર, જોબ, બિઝનેસ કે શોખ જે પૂરા નથી કરી શક્યા. પરિણામે માતા-પિતા બન્યા પછી પોતાના અધૂરાં સપનાં કે જિંદગી બાળકોમાં પૂરી કરવાની અપેક્ષા ધરાવે છે. તેઓ બાળકોને અભ્યાસ, સ્પોર્ટ્સ, કરિયર, શોખ જેવી પ્રવૃત્તિઓ પૂરી કરવા સતત ઉજાગરા, પ્રેશર કરતાં રહે છે. જેના કારણે માતા-પિતા પોતે જ બાળકોની પસંદ-નાપસંદ, તેમના શોખ, વિચારો કે કરિયરની સ્વતંત્રતા છીનવી લે છે.

ટીનએજર્સમાં સ્ટ્રેસ, ડિપ્રેશન, સ્ટેટસ, કમ્પેરિઝન, ઓબેસિટી એન્ડ ઇટિંગ ડિસઓર્ડર, જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ બધી સમસ્યા એકબીજા સાથે જોડાયેલી છે. ઘરથી દૂર રહેવું, કોઈની સાથે વાત ન કરવી, મોબાઇલ, કમ્પ્યૂટરમાં ગેમ રમવી, જે ટીનએજરના એડિક્શનના સંકેતો છે. જો આ સમયે બાળકોને પેરેન્ટ્સનો સપોર્ટ, પ્રેમ કે હૂંફ ન મળે તો પોતાને લોન્લી ફીલ કરે છે. ટીનેજર્સનું પેરેન્ટ્સ સાથેનું કમ્યુનિકેશન તથા શેરિંગ, વિશ્વાસ ઘટતા જાય છે.

માતા-પિતાએ બાળકો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તવું જોઈએ. બાળક ટીનએજર હોય ત્યારે માતા-પિતાએ તેના લાગણીઓ, તેમનું સ્વમાન વગેરે જળવાય તે રીતે તેમની સાથે વ્યવહાર કરવાં જોઈએ. ટીનએજર્સમાં ગુસ્સો, ઉગૃતા, કમ્પ્લેઇન, વિચારોમાં અસ્થિરતા, ઇમેચ્યોરિટી વગેરે જેવાં સંકેતો ખાસ કરીને સામાન્ય હોય છે. તેવા સંજોગોમાં માતા-પિતાએ બાળક સાથે કેવી રીતે, કેવા સંજોગોમાં શું અને કેવી રીતે વર્તણ કરવું તેનું ખાસ ધ્યાન રાખવું.

માતા-પિતા જો બાળકોને લાગણી, ઇમોશન્સન તથા રિસપેક્ટ કે તેમના ગમા-અણગમા વિશે શાંતિથી વિચારશે, બાળકોને પોતાના નિર્ણય લેવાની સ્વતંત્રતા આપશે. બાળકોનો વિશ્વાસ જીતીને તેમના સાથે તેમના મિત્ર, વેલ-વિશર્સ બનીને આ અંતર ઘટાવવાનો પ્રયત્ન કરશે તો બાળકો પણ તેમના માતા-પિતાને સમજશે.

X
Love with children in adolescence As we speak warmly, parenting increases bonding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી