રિસર્ચ / બાળકો માટે લાંબા સમય સુધીની મુસાફરી નુકસાનકારક સાબિત થઈ શકે છે

Long trips can prove to be harmful for children

  •  બાળકોને કારમાં સીટ બેલ્ટ બાંધીને લાંબા સમય સુધી બેસાડીને રાખે છે
  • 75% માતાપિતા જાણતા નથી કે બાળકને એક સમયમાં 30 મિનિટથી વધુ ન બેસાડવું જોઈએ
  • આ રિસર્ચ 2,000 વયસ્કો પર કરવામાં આવ્યું

Divyabhaskar.com

Oct 04, 2019, 04:55 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. મોટાભાગના માતા-પિતા મુસાફરી કરતા સમયે બાળકોને કારમાં સીટ બેલ્ટ બાંધીને લાંબા સમય સુધી બેસાડીને રાખે છે, જે યોગ્ય નથી. હકીકતમાં એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે, બહું નાના બાળકોને લાંબા સમય સુધી કાર સીટમાં બેસડાવી રાખવા હાનિકારક છે. કારની સીટ પર છ સપ્તાહથી ઓછી વયનાબાળકોને 30 મિનિટ સુધી બેસાડીને ન રાખવા જોઈએ.

રિસર્ચના જણાવ્યા મુજબ,75% માતાપિતા જાણતા નથી કે બાળકને એક સમયમાં 30 મિનિટથી વધુ ન બેસાડવું જોઈએ. આવું કરવાથી ઊંઘની સ્થિતિમાંનાના બાળકોને શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.

ચર્ચિલ કાર ઈન્શ્યોરન્સના સંશોધકના જણાવ્યા પ્રમાણે, લગભગ બે તૃતિયાંશ માતા-પિતા એ નથી જાણતા કે નવજાત શિશુઓની સાથે મુસાફરી કરતા સમય દર બે કલાકમાં ઓછામાં ઓછી 15 મિનિટનો એક લાંબો બ્રેક લેવો જોઈએ. આ રિસર્ચ 2,000 વયસ્કો પર કરવામાં આવ્યું. તેમાં જોવામાં આવ્યું કે, બાળકોના આ જોખમને લઈને નવા માતા-પિતા બનેલા લોકો તે લોકો કરતા વધું જાગૃત હતા જેમની ઉંમર 35 અથવા તેના કરતાં વધું છે.

લાંબી મુસાફરી દરમિયાન બ્રેક લેવી જરૂરી

બ્રિસ્ટલ યુનિવર્સિટીના સેફ્ટી એક્સપર્ટ પ્રોફેસર પીટર ફ્લેમિંગના જણાવ્યા મુજબ, કારથી મુસાફરી કરતા સમયે માતા-પિતાએ નાના બાળકો માટે એક યોગ્ય કાર સીટની વ્યવસ્થા કરવી જરૂરી છે. મુસાફરી બાદ બાળકોને હંમેશા સીટ પરથી બહાર કાઢવા જોઈએ અને એક આરામદાયક પલંગ પર સૂવાડવા જોઈએ.

પ્રોફેસર ફ્લેમિગે લલબાઈ ટ્રસ્ટ દ્વારા અગાઉ કરવામાં આવેલા રિસર્ચમાં મદદ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, નમેલી અવસ્થાના કારણે નવજાત શિશુ અડધા કલાક સુધી 40 ડિગ્રીના ખુણા પર બેસવાથી અસર થઈ શકે છે. ચર્ચિલમાં કાર ઈન્શ્યોરન્સના હેડ એલેક્સ બોર્ગનિસના જણાવ્યા પ્રમાણે, નવજાત શિશુઓની સાથે સામાન્ય રીતે ડ્રાઈવિંગ ન કરવું જોઈએ.

કારમાં મુસાફરી કરવાથી દૂર રહેવું

સંશોધક ફ્લેમિગના જણાવ્યા પ્રમાણે, બાળકોને જન્મ આપ્યા બાદ પહેલાં ચારથી છ સપ્તાહમાં માતા-પિતાએ બાળકોની સાથે 30 મિનિટ કરતા વધુ મુસાફરી કારથી ન કરવી જોઈએ. સાથે જ્યારે પણ શક્ય હોય તો એક વ્યક્તિને બાળકની સાથે કારની પાછળની સીટ પર બેસાડીને મુસાફરી કરવી, જેથી તેઓ તેમની પોઝિશન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે. જો માતા-પિતા લાંબી મુસાફરી પર જવાનું જરૂરી છે, તો વચ્ચે વચ્ચે નિયમિત રીતે બ્રેક લેવી જરૂરી છે. આ દરમિયાન બાળકોને શક્ય હોય તો કાર સીટ પરથી બહાર કાઢવા.

X
Long trips can prove to be harmful for children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી