રિસર્ચ / બાળકો એનિમેટેડ પુસ્તકો દ્વારા વસ્તુઓ વધુ સરળતાથી સમજી શકે છે

Kids can understand things more easily through animated books

  •  ડિજિટલ પ્લેટફોર્મે બાળકોના અભ્યાસમાં પણ ફાળો આપ્યો છે
  •  બાળકોને ઈ-બુક્સ, કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ટેબલેટ આપવામાં આવ્યા તો તેઓ વધારે શીખી શકે   છે
  • અમેરિકાની ‘ડાઈટ્રિક કોલેજ ઓફ હ્યુમૅનિટિઝ એન્ડ સાયન્સ’કોલેજ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું

Divyabhaskar.com

Jan 07, 2020, 11:45 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. બાળકો એનિમેટેડ પુસ્તકો દ્વારા વસ્તુઓ વધુ સરળતાથી સમજી શકે છે. જે બાળકોને કોઈ વસ્તુ સમજવામાં મુશ્કેસી પડતી હોય છે, તેમને એનિમેશનવાળી કોઈ વાર્તા અથવા કવિતા બતાવવામાં આવે તો તેઓ તે વસ્તુને સારી રીતે સમજી શકે છે. અમેરિકાની ‘ડાઈટ્રિક કોલેજ ઓફ હ્યુમૅનિટિઝ એન્ડ સાયન્સ’કોલેજ દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

ડાઈટ્રિક કોલેજમાં સાઈકોલોજીના પ્રોફેસર એરિક થિયેસનના જણાવ્યા પ્રમાણે, છેલ્લા થોડા સમયથી ડિજિટલ પ્લેટફોર્મની લોકપ્રિયતા વધી રહી છે અને તેને બાળકોના અભ્યાસમાં પણ ફાળો આપ્યો છે.

ડિજિટલ લર્નિંગમાં રુચિ બતાવતા બાળકો

એરિકના જણાવ્યા પ્રમાણે, ઈ-બુક્સ, કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ટેબ્લેટ્સના સમયમાં લોકોને તે વાતને લઈને ચિંતા રહે છે કે તેનાથી બાળકો કંઇ શીખશે નહીં, પરંતુ તેમનો ભ્રમ છે. રિસર્ચ દરમિયાન જ્યારે બાળકોને ઈ-બુક્સ, કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ટેબલેટ આપવામાં આવ્યા તો તેઓ વધારે શીખી શક્યા હતા. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જ્યારે બાળકોને એનિમેટેડ વીડિયો દ્વારા વાર્તા બતાવવામાં આવી તો તેઓને તેમાં વધારે રસ પડ્યો હતો અને તે સરળતાથી તેમને યાદ રહી ગઈ હતી.

એપ ફાયદાકારક હોઈ શકે છે
વર્તમાન સમયમાં ઘણી એવી એપ ઉપલબ્ધ છે, જેના પર કોઈપણ વિષય વિશેની માહિતી સરળતાથી મળી જાય છે. જો કે, ઘણી એવી એપ અને એનિમેટેડ વીડિયો છે, જે બાળકોના શિક્ષણ માટે સારી નથી, પરંતુ જો આપણે તેને વધુ સારી રીતે બનાવીએ તો તે બાળકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નવી પદ્ધતિથી શીખવામાં બાળકોની સારી પ્રતિક્રિયા
રિસર્ચમાં સૌથી પહેલા પુસ્તક વાંચીને બાળકોને શીખવાડવામાં આવ્યું અને બાદમાં ડિજિટલ માધ્યમ દ્વારા બાળકોને શીખવાડવા માટે સ્ક્રીન પર વાર્તા સાથે સંબંધિત તસવીર બતાવવી અને વાર્તા સાથે સંબંધિત ગીતો પણ સંભળાવવામાં આવ્યા. બાળકોના જણાવ્યા પ્રમાણે, બીજી પદ્ધતિથી તેઓ વસ્તુઓ વધુ સરળતાથી શીખી ગયા.

X
Kids can understand things more easily through animated books
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી