આદત / બાળકોની નખ ચાવવાની આદત છોડાવવી જરૂરી

It is necessary to break the habit of chewing on children's nails

  • ઘણાં બાળકોને નખ ચાવવાની ટેવ હોય છે
  • બાળકના નખ વધવા ના દો. બાળકના નખને સમયાંતરે કાપો
  • પોપકોર્ન જેની વસ્તુ ખાવા માટે આપો. તેનાથી તેનું મગજ પણ ડાયવર્ટ થશે

Divyabhaskar.com

Aug 30, 2019, 12:47 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ઘણાં બાળકોને નખ ચાવવાની ટેવ હોય છે. આ ટેવથી છૂટકારો મેળવવા માટે માતાપિતા ઘણાં પ્રયત્નો કરે છે, પરંતુ તેઓ દર વખતે સફળ થાય તે જરૂરી નથી. તમારા બાળકોને પણ આ આદત છે અને જો તમે તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો એવી ઘણી પદ્ધતિ છે, જે તમારા કામમાં આવી શકે છે.

બાળકના નખ વધવા ના દો. બાળકના નખને સમયાંતરે કાપો, તેને કારણે તેઓ નખ ચાવશે નહીં અને તેમના હાથ વધુ સ્વચ્છ રાખવામાં પણ મદદ કરશે.ચાવવા માટે કંઈક વસ્તુ આપો જ્યારે બાળક નખ ચાવે ત્યારે તેને રોકો અને તેની જગ્યાએ તેને નટ્સ, ચણા, પોપકોર્ન જેની વસ્તુ ખાવા માટે આપો. તેનાથી તેનું મગજ પણ ડાયવર્ટ થશે અને તે નખ ચાવવાની ટેવ પણ ભૂલી જશે.

બાળકને કેવી રીતે ટોકશો
નખ ચાવતા બાળકને જ્યારે ધમકાવો ત્યારે તે વાતનું ધ્યાન રાખવું કે તેમને ઠેસ ન પહોંચે. ઘણી વખત ગુસ્સામાં માતા-પિતા ઘણું બધું બોલી જતા હોય છે. આવી ભૂલ ક્યારે પણ ના કરવી. બીજાની સામે બાળક નખ ચાવે તો તેને નામથી બોલાવીને તેનું ધ્યાન પોતાના તરફ ખેંચવું, તેનાથી બાળક નખ ચાવતું હશે તો અટકી જશે.

X
It is necessary to break the habit of chewing on children's nails
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી