• Gujarati News
  • National
  • It Is Important To Understand How Important School Contributions Are To Become Good Citizens

સારા નાગરિક બનવામાં શાળાનો ફાળો કેટલો મહત્ત્વનો, તેની સમજ જરૂરી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડો.આશિષ ચોક્સી.બારમા ધોરણનું રીઝલ્ટ આવ્યું. પ્રાચી સારા માર્ક્સ સાથે પાસ થઇ. પ્રાચીના પિતાએ તેને સલાહ આપી કે એક વખત શાળાએ જઈ બધાંને મળી આવ. પ્રાચીએ તેના પિતાને કહ્યું, 'હવે શાળાએ જવાની શું જરૂર છે? હું પાસ થઈ ગઈ છું. ત્યાં જઈ સમય બગાડવાની મને જરૂર લાગતી નથી.' 

પ્રાચીના પિતાએ તેને સમજાવી, 'તું પાસ થઈને જીવનના આ તબક્કે પહોંચી, તે માટે શાળાનું ઋણ ભૂલવું ન જોઈએ. અહીં તે જીવનના 14 થી 15 વર્ષ જેટલો સમય પસાર કર્યો છે. વિદ્યાર્થીના જીવનમાં જેટલું મહત્ત્વ જીવનમાં મા, માતૃભૂમિ અને માતૃભાષાનું છે તેટલું જ મહત્ત્વ માતૃશાળાનું કહી શકાય.' બાળકમાં સ્નેહ, શ્રદ્ધા અને આત્મવિશ્વાસનું સિંચન શાળા દ્વારા થાય છે.