સર્વે / દેશમાં 8થી 12 વર્ષની ઉંમરનાં બાળકો દરરોજ 5 કલાક ઈન્ટરનેટ પર વીતાવે છે

In the country, children aged 8 to 12 spend 5 hours every day on the Internet

  • બાળકોમાં ઈન્ટરનેટની આદત એટલી હદ સુધી વધી ગઈ છે બાળકોને સારવાર અને કાઉન્સેલિંગની જરૂર પડી રહી છે
  • દેશમાં 8થી 12 વર્ષની ઉંમરનાં બાળકો દરરોજ સરેરાશ 4 કલાક 40 મિનિટ સુધી ઈન્ટરનેટ પર સમય પસાર કરે છે
  • ઈન્ટરનેટના વધુ ઉપયોગની બાબતમાં મેટ્રો શહેરનાં બાળકો સૌથી આગળ છે

Divyabhaskar.com

Nov 19, 2019, 02:11 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એક સમય હતો જ્યારે માતા-પિતા બાળકો અને કિશોરોને વ્યસનોથી બચાવવા માટે ચિંતામાં રહેતાં હતાં. પરંતુ હવે આ વ્યસનોમાં ઈન્ટરનેટનો પણ ઉમેરો થયો છે. બાળકોમાં ઈન્ટરનેટની આદત એટલી હદ સુધી વધી ગઈ છે બાળકોને સારવાર અને કાઉન્સેલિંગની જરૂર પડી રહી છે. એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે, દેશમાં 8થી 12 વર્ષની ઉંમરનાં બાળકો દરરોજ સરેરાશ 4 કલાક 40 મિનિટ સુધી ઈન્ટરનેટ પર સમય પસાર કરે છે. કિશોરોમાં આ આદત વધારે ચિંતાનું કારણ છે. કિશોરો દરરોજ 7 કલાક 22 મિનિટ ઈન્ટરનેટ પર પસાર કરી રહ્યા છે.

માનસિક બીમારીનો ભોગ બની રહ્યાં છે બાળકો
સર્વેમાં જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં સ્કૂલ અથવા હોમવર્ક માટે ઈન્ટરનેટ પર પસાર કરવામાં આવેલ સમય પણ સામેલ છે. ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો માનસિક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ઈન્ટરનેટના વધુ ઉપયોગની બાબતમાં મેટ્રો શહેરનાં બાળકો સૌથી આગળ છે. ટેક્નોલોજીને લઈને બાળકોની આદતને ટ્રેક કરનારી નોન ઓફિશિયલ સંસ્થા ‘કોમન સેન્સ મીડિયા’ના સર્વેમાં એ વાત સામે આવી છે કે મોટેભાગે બાળકો ટીવી, સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સ પર વધારે સમય વીતાવે છે. વીડિયો જોવા માટે બાળકો દરરોજ ઓછામાં ઓછો 1 કલાક યુટ્યૂબનો ઉપયોગ કરે છે.

10માંથી 9 માતા-પિતા ઈચ્છે કે બાળકો નેટ પર સમય પસાર ન કરે
નેશનલ ટ્રસ્ટ સર્વેના જણાવ્યા પ્રમાણે, 83 ટકા માતા-પિતાનું માનવું છે કે તેમનાં બાળકો ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શીખે, પરંતુ તેની ટેવ ન પડે તે જોવું જોઈએ. જો કે, 10માંથી 9 માતા-પિતા ઈચ્છે કે તેમનાં બાળકો ઈન્ટરનેટ પર સમય પસાર કરવાની જગ્યાઓ લોકોની સાથે મળે અને રમત-ગમત પર ધ્યાન આપે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, બાળકોની સંભાળ રાખીને અને તેમની સાથે સમય વિતાવીને તેમની આ આદતને છોડાવી શકાય છે. ઈન્ટરનેટની આદત માનસિક બીમારીનું સ્વરૂપ લે તો ડોક્ટર પાસે જરૂરી સલાહ લેવી. બાળકોને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત કરીને તેમને ઈન્ટરનેટની આદત છોડાવી શકાય છે.

બાળકોને ઈન્ટરનેટની આદતથી બચાવવા માટે માતા-પિતાએ મોબાઇલથી દૂર રહેવું
બાળકોને આઉટડોર એક્વિટીમાં સામેલ કરવા જોઈએ. તે ઉપરાંત માતા-પિતાએ ખુદ બાળકોની સામે મોબાઈલનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે, માતા-પિતાનું જોઈને જ બાળકો શીખે છે.


સંગીત, નાટક, નૃત્ય પર વધારે ભાર
બાળકોમાં ક્રિએટિવિટી વધારવા માટે ગીત, નૃત્ય અને આર્ટ જેવા શોખ માટે પ્રોત્સાહિત કરવા. તે ભાવનાત્મક રીતે બાળકોના વિકાસનું સૌથી શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેનાથી બાળકોમાં કલ્પના અને સર્જનાત્મકતા વધે છે.

આઉટડોર રમત પર વધારે ભાર આપવુ
મોબાઇલથી દૂર રાખવામાં આઉટિંગ ખૂબ મદદરૂપ થઈ શકે છે. બાળકોને ટ્રકિંગ, પગપાળા યાત્રા, નવી રમત અને અન્ય પ્રવૃતિઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઘરથી દૂર કેમ્પમાં જવાથી બાળકોના મગજ અને શરીર પર સકારાત્મક અસર પડે છે. બાળકોમાં રમતોનો સારો પ્રભાવ પડે છે. તેમને ફૂટબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, સાઈકલિંગ જેવી રમત માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.


કળામાં ભાગીદારી
બાળકો અને કિશોરોનું મગજ નરમ હોય છે. તેમાં સારી અને ખરાબ આદત ખૂબ ઝડપી અપનાવવાની ક્ષમતા છે હોય છે. એટલા માટે પરિવારે બાળકોને સમય સમય પર આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેનાથી બાળકો કંઈક નવું કરવાનો પ્રયાસ કરશે. તેનાથી તેમનો નવો દૃષ્ટિકોણ વિકસિત થશે.

X
In the country, children aged 8 to 12 spend 5 hours every day on the Internet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી