રિસર્ચ / ન્યુમોનિયાના કારણે થતાં મૃત્યુના કિસ્સામાં ભારત બીજા ક્રમે, 39 સેકન્ડમાં એક બાળકનું મૃત્યુ થાય છે

In the case of death due to pneumonia, India is the second to die a child in 39 seconds

  • ભારતમાં વર્ષ 2018માં દર કલાકે 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના 14 થી વધુ બાળકોનાં મોત ન્યુમોનિયાના કારણે થયાં હતાં
  • પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકોના મૃત્યુના કિસ્સામાં ભારત બીજા ક્રમે છે
  • વૈશ્વિક ચેપી રોગ સંશોધન ખર્ચનો માત્ર ત્રણ ટકા જ ખર્ચ તેના પર કરવામાં આવે છે

Divyabhaskar.com

Nov 18, 2019, 05:35 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ભારતમાં વર્ષ 2018માં દર કલાકે 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના 14 થી વધુ બાળકોનાં મોત ન્યુમોનિયાના કારણે થયાં હતાં. આ માહિતી એક રિસર્ચમાં સામે આવી છે. વૈશ્વિક સ્તર પર વર્ષ 2018માં ન્યુમોનિયાના કારણે પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકોના મૃત્યુના કિસ્સામાં ભારત બીજા ક્રમે છે. ‘સેવ ધ ચિલ્ડ્રન’,‘યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ’ (UNICEF) અને ‘એવરી બર્થ કાઉન્ટ્સ’ જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ રિસર્ચ કરવામાં આવ્યું હતું. ન્યુમોનિયાના કારણે ગત વર્ષે 1.27 લાખ બાળકોનાં મોત થયાં હતાં. તેમ છતાં વૈશ્વિક ચેપી રોગ સંશોધન ખર્ચનો માત્ર ત્રણ ટકા જ ખર્ચ તેના પર કરવામાં આવે છે.

ગત વર્ષે આઠ લાખ બાળકોનાં મોત થયાં
યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે વૈશ્વિક સ્તરે ન્યુમોનિયાના કારણે પાંચ વર્ષ કરતા ઓછી ઉંમરના આઠ લાખ કરતાં વધુ બાળકોનાં મોત થયાં હતાં. અર્થાત 39 સેકન્ડમાં એક બાળકનું મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયું હતું. તેનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ અને ગરીબી છે.

ક્રમ દેશ મૃત્યુ
1. નાઈજિરિયા 1,62,000
2. ભારત 1,27,000
3. પાકિસ્તાન 58,000
4. કોંગો 40,000
5. ઈથોપિયા 32,000

આ કારણે જોખમ વધે છે

  • વાયુ પ્રદૂષણ
  • દૂષિત પીવાનું પાણી
  • સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી
  • પોષણયુક્ત આહારની ઊણપ
  • નિરક્ષરતા અને ગરીબી


ચિંતાનો વિષય છે
પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોનાં કુલ મૃત્યુના કેસમાં 15 ટકા મૃત્યુ ન્યુમોનિયાના કારણે થાય છે.


કુલ મૃત્યુમાંથી અડધો હિસ્સો હવા પ્રદૂષણનું કારણ
મૃતકોમાં બે વર્ષથી વધુ વયના બાળકો સૌથી વધુ ન્યુમોનિયાના કારણે મૃત્યુ પામેલા મોટાભાગનાં બાળકો બે વર્ષથી ઓછી ઉંમરનાં હતાં અને જન્મના પ્રથમ મહિનામાં 1.53 લાખ બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

જાન્યુઆરી 2020 માં આંતરરાષ્ટ્રીય સેમિનાર
ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2020માં આંતરરાષ્ટ્રીય સ્તરે સેમિનાર યોજાનાર છે. ન્યુમોનિયા અંગે જાગૃતિ લાવવા માટે સ્પેનમાં ગ્લોબલ ફોરમ ઓન ચાઈલ્ડહૂડ ન્યુમોનિયા પર સેમિનાર યોજાનાર છે જેમાં દુનિયાભારના નેતાઓ સામેલ થશે.

X
In the case of death due to pneumonia, India is the second to die a child in 39 seconds
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી