તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Low income Countries, Children's Deaths Are More Likely To Result From Heart Disease

ઓછી આવકવાળા દેશોમાં બાળકોના મૃત્યુ હૃદયરોગને કારણે વધુ થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વના 195 દેશોના અંદાજે 1.20 લાખ લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે
  • 2017માં એક વર્ષથી ઓછી ઉંમરના 70 ટકા બાળકોનું મૃત્યુ હૃદયની બીમારીના કારણે થયા
  • ગરીબ દેશોમાં બાળકોના જીવને બચાવવા માટે પૂરતી સુવિધાનો અભાવ હોય છે

દિવ્યશ્રી ડેસ્ક. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જરૂરિયાત કરતા ઓછી આવકવાળા ધરાવતા દેશોમાં બાળકોના મૃત્યુ હૃદયરોગને કારણે વધુ થાય છે. ‘ધ લાન્સેન્ટ ગ્લોબલ હેલ્થ મેડિકલ’ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વિશ્વના 195 દેશોના અંદાજે 1.20 લાખ લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે. 


રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 1990થી 2017ની વચ્ચે 34.5 ટકા બાળકોનું મૃત્યું હૃદયની બીમારીના કારણે થયા હતા, જ્યારે 2017માં એક વર્ષથી ઓછી ઉંમરના 70 ટકા બાળકોનું મૃત્યુ હૃદયની બીમારીના કારણે થયા હતા, જેમાં જન્મજાત બાળકોની મૃત્યુની સંખ્યા વધારે હતી. 


રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જે દેશનો સોસિશયલ ડેમોગ્રાફી ઈન્ડેક્સ (SDI) વધે છે , ત્યાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ગરીબ દેશોમાં બાળકોના જીવને બચાવવા માટે પૂરતી સુવિધાનો અભાવ હોય છે.


રિસર્ચ ગ્રુપમાં સામેલ ગેરનાર્ડ માર્ટિનના જણાવ્યા પ્રમાણે, ઉંચી આવકવાળા દેશ, જેમ કે, અમેરિકામાં જ્યાં બાળકો 20 મહિનાના થાય છે, ત્યારે હૃદયની તપાસ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે હૃદયની બીમારીથી થતા મૃત્યુને ઘટાડવા માટે પ્રાધાન્ય આપ્યું છે, જેથી નવજાત શિશુ અને 5 વર્ષથી ઓછી વયના બાળકોને હૃદયની બીમારીથી થતાં મૃત્યુથી બચાવી શકાય.