રિસર્ચ / બાળપણમાં બદમાશીનો શિકાર થયેલાં બાળકો યુવાનીમાં ડિપ્રેસ્ડ રહે છે

In childhood, children with bullying are depressed in youth

બ્રિટનની બ્રિસ્ટલ યુનિ.ના વિજ્ઞાનીઓનો અભ્યાસ- બુલિંગ સાથે માતાના તણાવની પણ અસર થાય છે 

Divyabhaskar.com

Jul 04, 2019, 10:04 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. બાળપણમાં બુલિંગ એટલે કે બદમાશીનો શિકાર થયેલા યુવાઓના ડિપ્રેશનમાં જવાનું જોખમ વધારે રહે છે. એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી હતી. સંશોધકો માને છે કે આ યુવાઓમાં ડિપ્રેશનનું કારણ આનુવંશિક પણ હોઈ શકે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ શોધમાં 3325 ટીનેજરને સામેલ કર્યા અને તેમને આપેલા પ્રશ્નોના જવાબોના આધારે તેમના મૂડ અને ભાવનાઓને સમજી શક્યા.

સંશોધકોએ નોંધ્યું કે બાળપણથી બાળક પોતાની આજુબાજુ રોફ જમાવનારાં બાળકોની બદમાશીઓને જોનારા યુવાઓ પર તેની ઊંડી અસર થઈ. યુવાવસ્થામાં તણાવ અને ડિપ્રેશનના શિકાર બાળકોમાં તેનાથી પીડિત હોવાનું કારણ બુલિંગની સાથે તેમની માતાનું તણાવગ્રસ્ત હોવું પણ હતું. જોકે જે બાળકોની માતા તેમને જન્મ આપ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ નથી અને તે ફક્ત સ્કૂલમાં જ બુલિંગના શિકાર થયાં તેમનામાં તણાવનાં લક્ષણ ઓછાં જોવા મળ્યાં.

ઓળખ કરવામાં મદદરૂપ થશે

વિજ્ઞાની એલેક્સ ક્વોંગે જણાવ્યું કે અમે જાણીએ છીએ કે ડિપ્રેશન સૌથી પહેલા ટીનેજના વર્ષોમાં પણ થાય છે પણ અમે એ નહોતા જાણતા કે સમય બદલાવાની સાથે તેનો પ્રભાવ લોકો પર કેવી રીતે પડે છે. શોધનાં પરિણામથી અમને એ જાણવામાં મદદ મળી શકશે કે કયાં બાળકોને ટીનેજમાં ડિપ્રેશનમાં જવાના વધારે ચાન્સ રહે છે. તેની જાણ બાળપણમાં તેમની સાથે થયેલી બુલિંગથી લઈને માતાના તણાવ વિશે જાણીને કરી શકાય છે. એવાં બાળકોની ઓળખ કરી તેમની સારવાર પણ જલદી શરૂ કરી શકાય છે.

X
In childhood, children with bullying are depressed in youth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી