તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • In Britain, 50% Of Children Under The Age Of 10 Have A Smartphone, 24% Of Children Under The Age Of 4 Have A Tablet

બ્રિટનમાં 10 વર્ષની ઉંમરના 50% બાળકો પાસે સ્માર્ટફોન, 4 વર્ષની ઉંમરના 24% બાળકો પાસે ટેબલેટ છે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મીડિયા રેગ્યુલેટર ઓફ કોમે ‘ધ એજ ઓફ ડિજિટલ ઈન્ડિપેન્ડન્સ’ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે
 • ગત વર્ષે માતા-પિતાની સાથે બાળકોની મીડિયા આદતો અને ડિવાઈસના ઉપયોગ પર રિસર્ચ કરવામાં આવ્યું

દિવ્યશ્રી ડેસ્ક. બ્રિટનમાં 10 વર્ષની ઉંમરના 50 ટકા બાળકો સ્માર્ટફોન રાખે છે. એટલું જ નહીં, સ્માર્ટફોન રાખનાર 9થી 10 વર્ષના બાળકોની સંખ્યા વર્ષ 2019માં બમણી થઈ ગઈ છે. મીડિયા રેગ્યુલેટર ઓફ કોમે ‘ધ એજ ઓફ ડિજિટલ ઈન્ડિપેન્ડન્સ’ નામના તેના વાર્ષિક રિપોર્ટમાં આ વિશે જાણકારી આપી છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ત્રણથી ચાર વર્ષની ઉંમરના 24 ટકા બાળકોની પાસે ટેબલેટ છે. તેમાંથી 15 ટકા બાળકોને આ પ્રકારના ગેજેટને ઊંઘતી વખતે પોતાની સાથે રાખે છે. સંસ્થાએ બાળકો કેવા પ્રકારના ડિવાઈસનો ઉપયોગ કરે છે, તેના પર રિસર્ચ કર્યું છે. વર્ષ 2019નું આ રિસર્ચ બાળકો અને તેમના માતા-પિતાની સાથે મળીને કરવામાં આવ્યું છે. 


ઓફકોમના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, બાળકોની પહેલી પસંદ મોબાઈલ ફોન છે. 10 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના બાળકો સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે. સામાજિક કારણો અને સંસ્થાઓ પ્રત્યે તેમના સપોર્ટને પ્રદર્શિત કરે છે. 18 ટકા બાળકો કોઈપણ પ્રકારની પોસ્ટ શેર કરે છે અથવા કમેન્ટ કરે છે. 10માંથી 1 બાળક કોઈના કોઈ સોશિયલ સાઈટ પર સાઈન-અપ કરે છે. 

બાળકોમાં ઈન્ટરનેટના ઉપયોગના ફાયદા અને જોખમો
ઓફકોમના જણાવ્યા પ્રમાણે, 17 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની તેમાં મુખ્ય ભૂમિકા છે. તો બીજી તરફ 45 ટકા માતા-પિતાનું એવું કહેવું છે કે, ઈન્ટરનેટનો ઉપયોગ બાળકો માટે જોખમી તો છે પરંતુ તેના ફાયદા પણ છે. જો કે, માતાપિતાની ચિંતા વધી જાય છે. તેમને એવું લાગે છે, બાળકો એવું કન્ટેન્ટ જોઈ રહ્યા છે, જે તેમને નુકસાન પહોંચાડી શકે છે. 5થી 15 વર્ષના બાળકોના 87 ટકા માતા-પિતા બાળકોને ઓનલાઈનથી કેવી રીતે સુરક્ષિત રાખવા, તે અંગે સલાહ માંગી છે. માતા-પિતાના જણાવ્યા પ્રમાણે, 12-15 વર્ષના બાળકો હેટફૂલ કન્ટેન્ટ ઓનલાઈન જોઈ રહ્યા છે. 

 • 80 ટકા બાળકો વીડિયો ઓનલાઈન જુએ છે, 62 ટકા વ્હોટ્સએપમાં રુચિ ધરાવે છે
 • 5થી 15 વર્ષની ઉંમરના 48 ટકા છોકરીઓ અને 71 ટકા છોકરાઓ ઓનલાઈન ગેમ રમે છે.
 • 5થી 15 વર્ષની ઉંમરના 99 ટકા બાળકો ટેલિવિઝનનો ઉપયોગ કરે છે
 • 27 ટકા સ્માર્ટ સ્પીકર અને 22 ટકા રેડિયોનો ઉપયોગ કરે છે
 • છોકરાઓમાં સ્નેપચેટ અને ફેસબુક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે
 • 68 ટકા બાળકો વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. 25 ટકા ટીવી પર લાઈવ બ્રોડકાસ્ટ નથી જોતા.
 • છોકરીઓની સરખામણીએ છોકરાઓ વધારે સમય સુધી ગેમ રમે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો