રિસર્ચ / ડાબી બાજુની તરફ બાળકને રાખવાથી માતા અને બાળકની વચ્ચે કમ્યૂનિકેશન સરળ બને છે

Having the baby on the left side makes communication between mother and baby easier

  • જમણા હાથના લોકો સામાન્ય રીતે બાળકને ડાબા હાથ પર રાખે છે
  • હાલમાં આ વિષય પર ‘જર્નલ ઓફ ન્યૂરોસાયન્સ અને બાયોબિહેવિઅરલ રિવ્યૂ’માં એક રિસર્ચ પ્રકાશિત થયું
  • દુનિયામાં 70થી 95 ટકા એવા લોકો છે જે જમણા હાથનો ઉપયોગ વધારે કરે છે

Divyabhaskar.com

Oct 19, 2019, 08:20 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. હંમેશાં જોવામાં આવ્યું છે કે, જમણા હાથનો ઉપયોગ કરનારા મોટાભાગના તમામ કામ જમણી બાજુથી કરતા હોય છે. પછી કારનો દરવાજો ખોલવાનું હોય, કંઈક લખવાનું હોય કે પછી ક્રિકેટ રમવાનું હોય. પરંતુ જમણા હાથના લોકો સામાન્ય રીતે બાળકને ડાબા હાથ પર રાખે છે. પરંતુ શું તમે જાણો છો આવું કેમ થાય છે. હાલમાં આ વિષય પર ‘જર્નલ ઓફ ન્યૂરોસાયન્સ અને બાયોબિહેવિઅરલ રિવ્યૂ’માં એક રિસર્ચ પ્રકાશિત થયું છે.

રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, દુનિયામાં 70થી 95 ટકા એવા લોકો છે જે જમણા હાથનો ઉપયોગ વધારે કરે છે. તેમ છતાં તેઓ બાળકને ડાબા હાથ પર રાખે છે. તેની પાછળ એ કારણ પણ છે કે જ્યારે બાળકને ડાબી બાજુ રાખે છે તો જમણો હાથ બીજા કામ કરવા માટે ફ્રી થઈ જાય છે. 73 ટકા મહિલાઓ અને 64 ટકા પુરુષો પોતાના બાળકોને ડાબી બાજુ રાખે છે. જો કે, આંકડાકીય રીતે જોવા જઈએ તો, ડાબા હાથનો ઉપયોગ મહિલાઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા વધારે છે.

રિસર્ચમાં કેટલાક તથ્યો સામે આવ્યા જેમાં જણાવ્યા પ્રમાણે, મગજનો જમણી ભાગ વધારે સક્રિય હોય છે. તે ઉપરાંત 1996માં કરવામાં આવેલ એક રિસર્ચમાં એ વાત સામે આવી હતી કે ડાબી બાજુ તરફ બાળક લેવાથી માતા અને બાળકની વચ્ચે કમ્યૂનિકેશન સરળ થઈ જાય છે. તે બાળકને ભાષા શીખવામાં જલ્દી મદદ કરે છે.

તે ઉપરાંત કેટલાંક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, લોકો પોતાના બાળકોને પોતાની નજીક રાખવા માગે છે. એટલા માટે જ્યારે પણ તેઓ પોતાની ડાબી બાજુ કે જમણી બાજુ લેતા હોય છે કેમ કે ડાબી બાજુ હાર્ટ હોય છે. આ રીતે તેમને લાગે છે તેમનું બાળક તેમના હૃદયથી બાળક નજીક છે.

X
Having the baby on the left side makes communication between mother and baby easier
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી