સારસંભાળ / બાળકનો વ્યવહાર કંઈક વિચિત્ર લાગે ત્યારે તરત ડોક્ટર પાસે જવું

Go to the doctor right away when your baby's behavior seems strange

  • નાનાં બાળકોની સંભાળ રાખવી એટલી સરળ નથી. બાળકો ખૂબ નાજુક હોય છે
  • બાળક માટે આખું ઘર સેટ કરો પરંતુ જરૂરી નથી કે તમારા બાળકને કોઈ ઈજા નહીં પહોંચે
  • બાળક પડી ગયા બાદ ભલે સ્વસ્થ દેખાતું હોય પણ મેડિકલ ઈમર્જન્સી તરીકે પહેલાં ડોક્ટરને ફોન કરવો

Divyabhaskar.com

Sep 14, 2019, 02:25 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. નાનાં બાળકોની સંભાળ રાખવી એટલી સરળ નથી. બાળકો ખૂબ નાજુક હોય છે. બાળકને તેડવાથી લઈને એ તમામ બાબતોનું ધ્યાન રાખવું કે તેમને કોઈ પ્રકારની સમસ્યા તો નથી થઈ રહીને.નવજાત તેમની જગ્યાએથી વધારે હલન ચલન નથી કરી શકતા પરંતુ તેનો અર્થ એ નથી તમે બાળકને એકલું છોડી દો. બાળકોની પ્રવૃત્તિ હોય છે કે તે પોતાના પગ હલાવતા રહે અને હાથ ફેલાવતા રહે. આ કારણે બાળકો પલંગ પરથી પડી જતાં હોય છે

બાળક પલંગ પરથી પડી જાય તો સૌથી પહેલાં શું કરવું

ભલે તમે બાળક માટે આખું ઘર સેટ કરો પરંતુ જરૂરી નથી કે તમારા બાળકને કોઈ ઈજા નહીં પહોંચે. બની શકે કે તમે માત્ર દૂધની બોટલ લેવા માટે ફરો અને તમારું બાળક પલંગ પરથી નીચે પડી જાય.

સૌથી પહેલાં જોવું કે ક્યાં ઈજા પહોંચી છે

જો બાળકને માથા પર ઈજા પહોંચી હોય તો સૌથી પહેલાં તે તપાસ કરી લેવી કે લોહી નીકળી રહ્યું છે કે નહીં અથવા સોજો તો નથી આવ્યોને. બાળક પડી ગયા બાદ ભલે સ્વસ્થ દેખાતું હોય પણ મેડિકલ ઈમર્જન્સી તરીકે પહેલાં ડોક્ટરને ફોન કરવો. ઘણી વખતે બાળક ડરી ગયું હોય તો પણ રડતું હોય છે ત્યારે તેમને ગળે લગાવીને થપથપાવવું જોઈએ.

બાળકનું સતત ધ્યાન રાખતા રહો

બાળકનું 24 કલાક ધ્યાન રાખવું જેથી તે સુનિશ્ચિત થઈ શકે તે બાળકને કોઈ ગંભીર ઈજા તો નથી પહોંચી ને.

આ પરિસ્થિતિમાં તરત ડોક્ટરની પાસે જવું

અમુક પરિસ્થિતિ હોય છે જ્યારે બાળકને તરત ડોક્ટરની પાસે લઈ જઈને સારવાર કરાવવી પડતી હોય છે. જેમ કે, બાળક બેભાન થઈ જાય, લોહી નીકળે, હાડકું તૂટી ગયું હોય, માથાનાં ભાગે ઈજા પહોંચી હોય, તે ઉપરાંત બાળક જોર જોરથી રડતું હોય ત્યારે તરત ડોક્ટર પાસે જવું.

તે ઉપરાંત જો તમને લાગે તે બાળકનો વ્યવહાર કઈંક વિચિત્ર લાગતો હોય તો તરત ડોક્ટરની પાસે બાળકને લઈ જવું. માતા-પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે, ભલે બાળકમાં તરત કોઈ સમસ્યા જોવા ન મળે પરંતુ બાદમાં બાળક હલન-ચલન કરતી વખતે રડે અથવા ઊંઘ ન આવે તો ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી.

X
Go to the doctor right away when your baby's behavior seems strange

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી