બાળકોને હાઈ સુગર ડાયટ આપવાથી તેમને મેદસ્વિતાની સમસ્યા થઈ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળપણમાં કેટલું ગળપણ ખાવ છો, અડલ્ટ થવા પર તે તમારી મેદસ્વિતા પર આધાર કરે છે
  • બાળકોને હાઈ સુગર ડાયટ આપવામાં આવે તો તે મોટા થાય ત્યારે તેમને મેદસ્વિતાની સમસ્યા થઈ શકે છે
  • જર્નલ ઈકોનોમિર્સ એન્ડ હ્યૂમન બાયોલોજીમાં પ્રકાશિત રિસર્ચમાં આ વાત સામે આવી

દિવ્યશ્રી ડેસ્ક. તાજેતરમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, તમે બાળપણમાં કેટલું ગળપણ ખાવ છો, અડલ્ટ થવા પર તે તમારી મેદસ્વિતા પર આધાર કરે છે. જર્નલ ઈકોનોમિર્સ એન્ડ હ્યૂમન બાયોલોજીમાં પ્રકાશિત રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, ગળપણ મેદસ્વિતા વધવાનું સૌથી મોટું પરિબળ છે. બાળકોને હાઈ સુગર ડાયટ આપવામાં આવે તો તે મોટા થાય ત્યારે તેમને મેદસ્વિતાની સમસ્યા થઈ શકે છે. મેદસ્વિતા ઘણી બીમારીઓને આમત્રંણ આપે છે જેમ કે, ડાયાબિટીસ, હાર્ટ સમસ્યા જેવી બીમારીનું જોખમ રહે છે. એટલા માટે જરૂરી છે કે ખાંડની માત્રાનું ધ્યાન રાખવું જેથી તમારા સ્વાસ્થ્યને નુકસાન ન થાય. 
બાળક હોય કે અડલ્ટ બાળકોને કેન્ડી, ચોકલેટ, મીઠાઈ વગેરે આપવાનું બંધ કરવું જોઈએ. દરરોજ અને જમ્યા બાદ ગળપણ ખાવાનો નિયમ ન બનાવવો જોઈએ. ઘરે મીઠા સ્નેક્સ ન રાખવા જોઈએ. તેની જગ્યાએ હેલ્ધી સ્નેક્સ જેમ કે, નટ્સ, ડ્રાઈ ફ્રૂટ્સ, ફ્રેશ ફ્રૂટ્સ વગેરેનું સેવન કરવું જોઈએ. 

હેલ્ધી નેચરલ સ્વીટથી બચવું
લોકો તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત થઈ રહ્યા છે અને વધુ ગળપણ ખાવાથી તેમના સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે તે તેની પણ ખબર પડી રહી છે. સ્વસ્થ રહેવા માટે સામાન્ય સફેદ ખાંડની જગ્યાએ નેચલર સ્વીટ જેમ કે મધ, અથવા કોકોનેટ સુગર લઈ શકો છો. નેચરલ સ્વીટ પ્રમાણસર માત્રામાં લેવામાં આવે તો વાંધો નથી પરંતું તેનાથી નુકસાન નથી એવું વિચારીને કે લોકો તેને બેદરકારીથી લેવાનું શરૂ કરે છે જેના કારણે ખાંડથી નુકસાન થાય છે. લોકોનું માનવું છે કે, ખાવાનું છોડવાથી વજન ઓછું થશે અને સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ માન્યતા ખોટી છે, આવું કરવાથી સુગર લેવલ નીચે જતુ રહે છે જેનાથી ભૂખ લાગે છે. 
 

અન્ય સમાચારો પણ છે...