રિસર્ચ / મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી કિશોરોની મેન્ટલ હેલ્થ પર કોઈ આડઅસર નથી થતી

Excessive use of mobile does not affect adolescents' mental health

  • સ્માર્ટફોનના ઉપયોગથી થતી આડઅસરો પર ઘણા સંશોધન ચાલુ છે.
  • સ્માર્ટફોન યુવાનોના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.
  •  કિશોરોના મેન્ટલ હેલ્થ રિપોર્ટ લીધા અને સાથે દરરોજ રાતે ટેક્નોલોજીના ઉપયોગનો પણ રિપોર્ટ લીધા હતાં.

Divyabhaskar.com

Aug 25, 2019, 11:46 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. સ્માર્ટફોનના ઉપયોગથી થતી આડઅસરો પર ઘણા સંશોધન ચાલુ છે. હંમેશાં બાળકો અને ટીનેજર્સ પર તેની આડઅસરોને લઈને ચર્ચાઓ થતી હોય છે પરંતુ હવે એક નવા રિસર્ચના જણાવ્યા અનુસાર, ટીનેજર્સ સ્માર્ટફોન પર સમય પસાર કરે એ બાબત એટલી પણ ખરાબ નથી જેટલી માનવામાં આવે છે.

યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના આસિસ્ટન્ટ પ્રોફેસરના જણાવ્યા પ્રમાણે, જેવું માનવામાં આવી રહ્યું છે કે, સ્માર્ટફોન યુવાનોના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે તે વાતને લઈને તેઓ સહમત નથી. જર્નલ ક્લિનિકલ સાયકોલોજિકલ સાયન્સમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સંશોધકોએ 2000થી વધારે કિશોરો પર સર્વે કર્યો હતો. જેમની ઉંમર 10થી 15 વર્ષની વચ્ચે હતી. સંશોધકોએ દિવસમાં ત્રણ વખત આ કિશોરોના મેન્ટલ હેલ્થ રિપોર્ટ લીધા અને સાથે દરરોજ રાતે ટેક્નોલોજીના ઉપયોગનો પણ રિપોર્ટ લીધા
હતાં.

તેમને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે શું ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી બાળકોમાં મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા અમુક લક્ષણો દેખાય છે પરંતુ તેમને જોયું કે, વધતી ટેક્નોલોજીના ઉપયોગથી તેમની મેન્ટલ હેલ્થ પર કોઈ આડઅસર થઈ નહોતી. સંશોધકોએ જોયું કે, જે કિશોરો વધારે મેસેજ મોકલતા હતા તેઓ ઓછા મેસેજ મોકલનારા કરતા ઓછા હતાશ જોવા મળ્યા હતાં. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ટેક્નોલોજીનો ઉપયોગ ના કરવાને બદલે સારું એ છે કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે.

X
Excessive use of mobile does not affect adolescents' mental health
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી