સાવચેતી / ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગને લીધે બાળકોમાં તાવનું પ્રમાણ વધે છે

During the monsoon season, the incidence of fever is increased in children due to mosquito borne disease

 • ડેન્ગ્યુ વાઇરસનો ચેપ એડિસ ઈજિપ્ત (AEDES AEGYPTI) મચ્છર કરડવાથી થાય છે
 • બાળકને આંતરે દિવસે 105-106 ડિગ્રી ફેરનહીટ તાવ જોવા મળે છે
 • લોહીમાં સુગરમાં ઘટાડો, લોહીમાં ફિક્કાશ, ઘાટા રંગનો પેશાબ થવો, કમળો, બ્લડપ્રેશરમાં ઘટાડો

Divyabhaskar.com

Sep 04, 2019, 08:17 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ચોમાસાની ઋતુ દરમિયાન ભેજવાળા વાતાવરણને લીધે વાઇરસ તેમજ મચ્છર કરડવાથી થતા મચ્છરજન્ય રોગને લીધે બાળકોમાં તાવનું પ્રમાણ વધે છે. ડેન્ગ્યુ વાઇરસનો ચેપ એડિસ ઈજિપ્ત (AEDES AEGYPTI) મચ્છર કરડવાથી લાગે છે. ચિકનગુનિયા વાઇરસનો ચેપ AEDES AIBOPICTUS & AEGYPTI મચ્છર કરડવાથી થાય છે. મેલેરિયાના જંતુ ફિમેલ એનોફિલિસ મચ્છર કરડવાથી બાળકના લોહીમાં પ્રવેશે છે.

બાળકોમાં તાવનાં કારણો અને લક્ષણો

ડેન્ગ્યુ (Dengue)

જેમાં બાળકને એકદમ, સતત વધારે તાવ 104-105 ડિગ્રી ફેરનહીટ, બે તબક્કામાં તાવ આવવો, માથું અને શરીર દુખવું. સાંધાનો દુખાવો, શરીર ઉપર ઝીણા લાલાશ પડતાં ચાઠાં હોય તો ડેંગ્યૂનો તાવ હોઈ શકે, જે સામાન્ય રીતે 3થી 7 દિવસ સુધી રહે છે.

મેલેરિયા : સાદો મેલેરિયા

(P.VIVAX) જેમાં બાળકને આંતરે દિવસે 105-106 ડિગ્રી ફેરનહીટ તાવ જોવા મળે છે. તાવ ન હોય ત્યારે બાળકનો વ્યવહાર સામાન્ય હોય છે. તાવ સાથે બાળક ચીડિયું થઈ જાય અને ઊંઘમાં રહે છે. માથાનો દુખાવો, ઊલટી, ઝાડા, લોહીમાં ફિક્કાશ જોવા મળે છે. ક્યારેક તાવ સાથે ખેંચ આવે છે. ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

ઝેરી મેલેરિયા : (ફાલ્સીપેરમ)

સતત વધારે તાવ 104-106 ડિગ્રી ફેરનહીટ, ખેંચ આવવી (24 કલાકમાં એકથી વધારે વાર ખેંચ), લોહીમાં સુગરમાં ઘટાડો, લોહીમાં ફિક્કાશ, ઘાટા રંગનો પેશાબ થવો, કમળો, બ્લડપ્રેશરમાં ઘટાડો, લોહીની ઊલટી, ત્રાકકણમાં ઘટાડો, ફેફસાંમાં પાણી ભરાવવું.

ચિકનગુનિયા

જેમાં સતત તાવ, સાંધાઓમાં દુખાવો, સોજો, નબળાઈ, ઠંડી સાથે તાવ આવવો.

વાઇરસનો તાવ

જેમાં બાળકને એકદમ વધારે તાવ 102થી 104 ડિગ્રી ફેરનહીટ, માથું અને શરીર દુખવું, આંખો લાલ થઈ જવી, ખાંસી-શરદી, ઝાડા ઊલટી થવી, વાઇરસનો તાવ 4થી 5 દિવસ સધી રહે છે.

હેન્ડ-ફૂટ-માઉથ વાઇરસથી થતો ચેપી રોગ (HFMD)

જેમાં બાળકને સામાન્ય તાવ, મોઢામાં પીડાદાયક ચાંદા પડવાં, હાથ, પગ અને પગનાં તળિયાંમાં લાલ નાની ફોડલી અથવા ફોડલા પડવા. જેમાં રિકવરી આવતા 7થી 8 દિવસ લાગે છે.

શરદી અને ફ્લૂ

શરદી સાથે ક્યારેક બાળકને સામાન્ય તાવ આવે છે. હાથ-પગમાં કળતર, સ્નાયુમાં દુખાવો થાય છે.

સ્વાઇન ફ્લૂ (H1N1)

જેમાં સતત વધારે પ્રમાણમાં તાવ, ઠંડી સાથે 103-104 ડિગ્રી ફેરનહીટ આવવો, ગળામાં કાકડા ફૂલી જવા, ખાંસી, માથું-શરીરનો દુખાવો. ફ્લૂનાં લક્ષણો સામાન્ય રીતે 5-7 દિવસ જોવા મળે છે. સામાન્ય ફલૂ અને સ્વાઇન ફલૂનાં લક્ષણો લગભગ સરખાં હોય છે. જેથી નિદાન માટે લેબોરેટરી તપાસ કરવી જરૂરી છે.

ટાઇફોઇડ

જેમાં બાળકને સતત વધારે 104થી 105 ડિગ્રી ફેરનહીટ 7થી 10 દિવસ સુધી તાવ આવે છે. માથાનો દુખાવો, પેટનો દુખાવો, ઊલટી, ઝાડા પણ જોવા મળે છે.

ગળામાં ઇન્ફેક્શન

જેમાં વાઇરસ કે બેક્ટેરિયાના ગળામાં ચેપને કારણે સતત વધારે તાવ સાથે ગળામાં ચાંદાં પડે છે.

બાળકને તાવના નિદાન માટે

 • સામાન્ય રીતે બાળકના તાવનું કારણ જાણ‌ી લોહીની તપાસ 48થી 72 કલાક પછી કરાવવી વધુ યોગ્ય છે.
 • સીબીસી (CBC) બ્લડ ટેસ્ટ
 • રેપિડ મેલેરિયા કાર્ડ ટેસ્ટ
 • DENGUE-NS1-ELISA ટેસ્ટ દ્વારા ડેંગ્યૂના તાવનું પહેલા દિવસે જ્યારે DENGUE-Igm/IgG ટેસ્ટ દ્વારા પાંચ દિવસ પછી નિદાન થાય છે.
 • CHICKUNGUNYA - PCR અને IgM-ELISA ટેસ્ટ દ્વારા ચિકનગુનિયાના તાવનું નિદાન થાય છે.
 • બ્લડ કલ્ચર અને વિડાલ ટેસ્ટ દ્વારા ટાઇફોઇડનું નિદાન.
 • સ્વાઇન ફલૂ માટેનો ટેસ્ટ (RT-PCR)
 • બાળકનું તાપમાન 101 ડિગ્રી ફેરનહીટથી વધારે હોય ત્યારે પાતળા કોટનના કપડાથી નળમાંથી આપતા પાણીથી બાળકનું માથું, છાતી, પેટ, પગ ઉપર પાણીનાં
 • પોતાં મૂકી શકાય
 • તાવ ઉતારવા માટે સૌ પ્રથમ એન્ટિપાયરેટિક પેરાસિટામોલની સિરપ, ગોળી કે સપોઝિટરી (Suppository) 15mg/kg પ્રમાણે આપી શકાય.
X
During the monsoon season, the incidence of fever is increased in children due to mosquito borne disease

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી