જોખમ / પ્રેગ્નન્સી દરમિયાન નળનું પાણી પીવાથી બાળકોને નુકસાન પહોંચી શકે છે

Drinking Fluoride water during pregnancy can harm children

  • આપણે ત્યાં પીવાનાં પાણીમાં ફ્લોરાઈડ અને પ્રદૂષણની સ્થિતિ જોતાં આ રિસર્ચ ચિંતા જરૂર ઊભી કરે તેવું છે
  • બોટલનાં પાણી કરતાં નળના પાણીમાં ફ્લોરાઈડનું જોખમ વધારે રહે છે
  • પ્રેગ્નન્ટ મહિલાઓએ પીવાના પાણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

Divyabhaskar.com

Aug 22, 2019, 01:42 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સગર્ભા સ્ત્રીઓ દ્વારા પીવામાં આવતું ફ્લોરાઇડ યુક્ત પાણી તેમનાં બાળકોનું આઈક્યૂ લેવલ ઘટાડે છે. આ વાત કેનેડામાં કરવામાં આવેલ એક રિસર્ચમાં સામે આવી છે. રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે, જે મહિલાઓએ પ્રેગ્નન્સી દરમિયાન ફ્લોરાઈડ્યુક્ત પાણી પીધું હતું તેમનાં બાળકોનું આઈક્યૂ લેવલ તે બાળકો કરતાં ઓછો હતો જેમની માતાઓ ફ્લોરાઈડમુક્ત પાણીનો સપ્લાય ધરાવતાં શહેરમાં રહેતી હતી. આપણે ત્યાં પીવાનાં પાણીમાં ફ્લોરાઈડ અને પ્રદૂષણની સ્થિતિ જોતાં આ રિસર્ચ ચિંતા જરૂર ઊભી કરે તેવું છે.

બોટલનાં પાણી કરતાં નળના પાણીમાં ફ્લોરાઈડનું જોખમ વધારે રહે છે. ફ્લોરાઈડથી પ્રેગ્નન્સી દરમિયાન જેટલું જોખમ રહેલું હોય છે એટલું જોખમ બાળકમાં જન્મ બાદ નથી રહેતું. હકીકતમાં ભ્રૂણ વાતાવરણમાં રહેલા હાનિકારક તત્ત્વો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. તેથી પ્રેગ્નન્ટ મહિલાઓએ પીવાના પાણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો કે, ફ્લોરાઈડ દાંતને કેવિટિઝથી બચાવે છે અને કેટલીક ટૂથપેસ્ટ પણ ફ્લોરાઈડવાળી હોય છે. કુદરતી રીતે ફ્લોરાઇડ સામાન્ય પાણી અને સમુદ્રનાં પાણી, ઝાડનાં પાંદડાંમાંથી થોડી માત્રામાં મળી આવે છે. પરંતુ તેનું વધુ પડતું પ્રમાણ નુકસાન નોતરે છે.

X
Drinking Fluoride water during pregnancy can harm children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી